ચોરીના દૂષણો:નરસિંહ મહેતા યુનિવર્સિટીની પરીક્ષામાં પાંચમાં દિવસે 6 કોપીકેસ નોંધાયા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 20,649 છાત્રોમાંથી 678 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની પરીક્ષાના પાંચમાં દિવસે 6 કોપીકેસ થયા છે. આ અંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, બીજા સત્રની બીએ.બીએ (હોમ સાયન્સ), બીકોમ, બીએસસી, બીએસસી(હોમ સાયન્સ), બીબીએ, બીએસડબલ્યુ, બીઆરએસની સેમેસ્ટર 4 અને સેમેસ્ટર 5(રેમેડીયલ)ની પરીક્ષા યોજાઇ રહી છે.

પરીક્ષાના પાંચમાં દિવસે કોડીનાર અને ઉના ખાતે મળી કુલ 6 કોપીકેસ નોંધાયા છે. આમાં હિન્દીમાં 3, સમાજશાસ્ત્રમાં 2 અને સંસ્કૃત વિષયમાં 1 કોપીકેસ થયો છે. કુલ 20,649માંથી 678 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. દરમિયાન પરીક્ષામાં ચોરીના દૂષણને ડામવા માટે વિવિધ પરીક્ષા કેન્દ્ર પર અનુભવી પ્રાધ્યાપકોની સ્ક્વોડ, ફલાઇંગ સ્ક્વોડ તેમજ યુનિવર્સિટી ખાતેથી સીસીટીવી કેમેરા દ્વારા ઝીણવટ ભર્યું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું હોવાનું કુલપતિ પ્રો. ડો. ચેતન ત્રિવેદીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...