એજ્યુકેશન:પ્રથમ દિવસે 6 કોપી કેસ, 98 ટકા વિદ્યાર્થીઓની હાજરી

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ, મેંદરડા, લોએજમાં ચોરી કરતા ઝડપાયા

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે 6 કોપી કેસ થયા છે જ્યારે 98 ટકા વિદ્યાર્થીઓની હાજરી રહેવા પામી હતી. આ અંગે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, યુજી અને એલએલબી સેમેસ્ટર 5ની ઓફલાઇન પરીક્ષાનો 23 નવેમ્બરથી પ્રારંભ કરાયો છે.

2 સેશનમાં 73 કેન્દ્રો પર લેવાયેલ પરીક્ષાના પ્રથમ દિવસે 21,839માંથી 98 ટકા વિદ્યાર્થીઓની હાજરી રહી હતી, જ્યારે 456 ગેરહાજર રહ્યા હતા. જ્યારે લોએજ, મેંદરડા અને જૂનાગઢ ખાતે કુલ 6 કોપી કેસ થયા છે. ખાસ કરીને બીસીએમાં 1, બીએસસી કેમેસ્ટ્રીમાં 2, બીકોમ અને બીએ(અંગ્રેજી)માં 2 તેમજ બીએ હિન્દીમાં 1 કોપી કેસ નોંધાયો છે. દરમિયાન પરીક્ષામાં માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ, સેનેટાઇઝર, થર્મલ ગનથી ટેમ્પરેચર માપન વગેરે કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરાઇ રહ્યું હોવાનું કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...