તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિતરણ:મનપા દ્વારા આંગણવાડીના 6 બાળકોને યુનિફોર્મ અપાયા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 દિ પહેલા આંગણવાડીને યુનિ.આપ્યા બાદ ઔપચારિક વિતરણ

જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે મેયર ધીરૂભાઇ ગોહેલના હસ્તે આંગણવાડીના બાળકોને યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે કુલ 6 બાળકોને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે.

દરમિયાન શહેરમાં 179 આંગણવાડી છે જેમાં કુલ 4,521 બાળકો છે. બાકીના બાળકોને હવે વારાફરતી આંગણવાડીએ બોલાવી યુનિફોર્મ વિતરણ કરવામાં આવશે. જોકે, શહેરની તમામ આંગણવાડીને 15 દિ પહેલા જ યુનિફોર્મ પહોંચાડી દેવાયા હતા.

મંગળવારે તો માત્ર ઔપચારિકતા ખાતર 6 બાળકોને યુનિફોર્મ અપાયા હતા. આ તકે મેયર ધીરૂભાઇ ગોહેલ, કમિશ્નર રાજેશ તન્ના, ધારાસભ્ય ભીખાભાઇ જોષી તેમજ મનપાના અધિકારી, પદાધિકારીઓની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...