તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદના અગતરાયની ઘટના:જૂની અદાવતમાં ઝૂંપડું સળગાવતા ઘરવખરી ખાક, 1 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો

કેશોદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બે દિવસ પહેલા થયેલી માથાકૂટનો ખાર રાખી ઝૂંપડું સળગાવ્યું

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાયમાં બે દિવસ પહેલા થયેલી માથાકુટનો ખાર રાખી મહિલા સહિત સાત વ્યક્તિએ ઝુંપડામાં આગ લગાવી દેતાં ઘરવખરી તથા ત્યાં બાંધેલું એક ઘેટું સળગી ગયું હતું. આ અંગે ફરિયાદ થતાં કેશોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતોનુસર કેશોદ તાલુકાના અગતરાય ગામમાં પાંચ વર્ષથી ઝુંપડુ બાંધી રહેતાં રાજીબેન રાયસીભાઈ ઓડેદરા (ઉ.વ.80)ના પુત્ર કાનાભાઈ તથા તેમના પત્ની ગીતાબેનને ગામના જ રમાબેન બાલુભાઈ દાફડા સાથે માથાકુટ થઈ હતી. તે બાબતનો ખાર રાખી ગત રાત્રીના સાડા બારથી પોણા વાગ્યા દરમિયાન નાથાભાઈ, રમાબેન બાલુભાઈ દાફડા તથા તેના બે દીકરા, ભુપલાભાઈ ને બે દીકરા તથા રમાબેનના બે ભત્રીજાએ ઝુંપડા ખાતે આવી પેટ્રોલ અથવા ડીઝલ છાંટી ઝુંપડામાં આગ લગાવી હતી.

રાજીબેનના પરિવારજનો બાજુના ખેતરમાં હોવાથી તેઓ બચી ગયા હતાં. પરંતુ ઘર વખરી તથા ત્યાં બાંધેલું એક ઘેટું બળી ગયું હતું. આ અંગે જાણ થતાં કેશોદ પોલીસ તથા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતાં. પરંતુ સાતેય વ્યક્તિ નાસી ગયા હતાં. રાજીબેન ઓડેદરાએ ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો