તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:માયાના નામે 4.71 લાખની છેતરપિંડી કરનાર 6 ઝડપાયા

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિસાવદરના સુખપુર ગામના ખેડૂતને શિશામાં ઉતાર્યા હતા
 • પોલીસે રોકડ,કાર સહિત 6 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો, બે દિવસનાં રિમાન્ડ

વિસાવદર તાલુકાના સુખપુર ગામના ખેડૂત સાથે માયાના નામે 4.71 લાખની છેતરપિંડી કરનાર 6 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે આરોપી પાસેથી 3 લાખની રોકડ,કાર સહિત 6 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 2 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વિસાવદર તાલુકાના સુખપુર ગામના ભુપતભાઇ પરબતભાઇ રામાણીએ 4 શખ્સો સામે વિસાવદરમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે,જમીનમાં માયા(સોનું) હોવાની લાલચ આપી 4,71,000ની છેતરપિંડી કરાઇ છે.

બાદમાં રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વિસાવદર પીઆઇ એન.આર. પટેલ અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી.દરમિયાન આ ગુનામાં અન્ય 2 શખ્સની પણ સંડોવણી ખુલતા વિસાવદર પોલીસે સુખપુરના લાલજીભાઇ રામજીભાઇ લીંબાણી,ભઠીયા વિસ્તારના રવજીભાઇ ઉર્ફે રવિબાપુ ખીમાભાઇ રાઠોડ,રાજપરાના કાળુશા ઇસ્માઇલશા બચુશા રફાઇ, ચુડાના દિનેશભાઇ ઉર્ફે સુરેશભાઇ ખીમાભાઇ રાઠોડ, સાસણના મહેબુબભાઇ અલ્લારખા શેખ અને અસ્લમશા રહેમાનશા બનવાની ધરપકડ કરી છે.

પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, ફરિયાદી-ભુપતભાઇ રામાણીએ દેવું થઇ જતા જમીન વેંચી હતી જેના નાણાં આવ્યાની જાણ થતા તેને શિશામાં ઉતારવાનો પ્લાન કર્યો હતો. આ માટે જમીનમાં માયા(સોનું) હોવાનું કહી તેને બહાર કાઢવા વિધીના નામે 4,71,000ની રકમ પડાવી છેતરપિંડી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 3,00,000 રોકડ, 3,00,000ની કાર મળી 6,00,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો