તમામ ડેમ ભરેલા:જિલ્લાનાં 12 ડેમમાંથી વહી રહ્યું છે 5969 ક્યુસેકસ પાણી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે ડેમ હજુ સુધી 100 ટકા ભરાયા નથી
  • જૂનાગઢ જિલ્લાનાં 6 ડેમનાં દરવાજા હજુ પણ ખુલ્લા

જૂનાગઢ જિલ્લામાંથી વરસાદે વિદાય લીધી છે. પરંતુ જિલ્લાની નદીઓમાં પાણી વહી રહ્યું છે. પરિણામે જિલ્લાનાં 12 ડેમમાંથી આજની તારીખે પણ 5969 ક્યુસેકસ પાણી વહી રહ્યું છે અને છ ડેમનાં દરવાજા પણ ખુલ્લા છે. જૂનાગઢ જિલ્લામાં શરૂઆતમાં વરસાદ ધીમો થયો હતો. સિઝનનાં અંતમાં સપ્ટેમ્બર મહિનામાં જોરદાર વરસાદ થયો હતો. નદીઓમાં પુર આવ્યાં હતાં અને જિલ્લાનાં તમામ ડેમ ભરાઇ ગયા હતાં. જૂનાગઢ જિલ્લામાં કુલ 17 ડેમ આવેલા છે. તમામ ડેમ ભરેલા છે.

ડેમમાંથી હજુ પાણી છોડવામાં આવી રહ્યું છે. જિલ્લાનાં 17 પૈકી 12 ડેમમાંથી 5969 ક્યુસેકસ પાણી છોડવામાં આવી રહ્યું છે. તેમજ આંબાજળ, ઝાંઝેશ્રી, ઓઝત શાપુર, ઓઝત વંથલી, સાબલી, ઓઝત-2 ડેમનાં દરવાજા પણ ખુલ્લા રાખવામાં આવી રહ્યાં છે. તમામ ડેમ ભરેલા હોય અને હજુ પાણીનો પ્રવાહ યથાવત હોવાનાં કારણે શિયાળું પાકને ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...