GPSCની પરીક્ષા:પ્રથમ પેપરમાં 58 ટકા બીજા પેપરમાં 69.20 ટકા ઉમેદવાર ગેરહાજર

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢમાં શુક્રવારે ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા જીપીએસસી આસિસ્ટન્ટ સહાયક વર્ગ 3ની પરીક્ષા યોજાઇ હતી.

આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, કુલ 2 સેશનમાં પરીક્ષા યોજાઇ હતી. પ્રથમ સેશનમાં 34 પરીક્ષા કેન્દ્રોમાં 349 બ્લોકમાં સવારે 11 થી 1માં પરીક્ષા લેવાઇ હતી. આ પરીક્ષામાં કુલ 8,375 માંથી 2,632 હાજર અને 5,743 ગેરહાજર રહ્યા હતા. આમ, 58.57 ટકા ઉમેદવારોની ગેરહાજરી જોવા મળી હતી.

જ્યારે બપોરના 3 થી સાંજના 5ના સમયે લેવાયેલ પરીક્ષામાં કુલ 8,375માંથી 2,580 ઉમેદવારોની હાજરી રહી હતી અને 5,795 ગેરહાજર રહ્યા હતા. આમ, બીજા સેશનમાં 69.20 ટકા ગેરહાજરી રહી હતી. આ પરીક્ષા જિલ્લા કલેકટર રચિત રાજ, અધિક નિવાસી કલેકટર એલ.બી. બાંભણીયાના માર્ગદર્શનમાં યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...