તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેકોર્ડ બ્રેક કેસ નિકાલ:લોક અદાલતમાં એક જ દિવસમાં 5,755 કેસ ઉકેલાયા

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અત્યાર સુધીની લોક અદાલતમાં રેકોર્ડ બ્રેક કેસ નિકાલ
  • લોકડાઉન ભંગ, પ્રોહિબીશન વગેરે કબુલાતના 4,492 કેસનો નિકાલ

જૂનાગઢ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા યોજાયેલી લોક અદાલતમાં રેકોર્ડ બ્રેક 5,755 કેસનો નિકાલ કરાયો છે. જૂનાગઢ જિલ્લાની તમામ કોર્ટમાં મુખ્ય જિલ્લા જ્જ રિઝવાનાબેન બુખારીના માર્ગદર્શનમાં લોક અદાલત યોજાઇ હતી. આ લોક અદાલતમાં મોટર અકસ્માત, બેન્ક લેણાં, લગ્ન સબંધી સહિતના કેસો સમાધાન માટે મુકવામાં આવ્યા હતા.

દરમિયાન બેન્ક લેણાં, મોટર એક્સિડેન્ટ જેવા સમાધાનકારી 475 કેસ, જ્યારે પ્રોહિબીશન, લોકડાઉન ભંગ જેવા કબુલાત કરેલા અને નાનો દંડ સ્વિકારી લેતા સ્પેશ્યલ સિટીંગના 4,492 કેસ તેમજ કોર્ટમાં કેસ થયો ન હોય તેવા પ્રિ લીટીગેશનના 488 મળી કુલ 5,755 કેસનો એક જ દિવસમાં નિકાલ થયો હતો. મોટર અકસ્માતના 23 કેસમાં રૂપિયા 54,43,077નું સમાધાન કરી અવોર્ડ કરવામાં આવેલ હતા. લોક અદાલતને સફળ બનાવવા બદલ તમામ વકિલો, પક્ષકારોનો જિલ્લા મુખ્ય ન્યાયાધીશ રિઝવાનાબેન બુખારીએ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...