તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કોરોનાનાં 572 કેસ, જે આજસુધીનાં સૌથી વધુ કેસ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ જિલ્લામાં 22 એપ્રિલથી કોરોનાનાં કેસ 200ની ઉપર છે. મે મહિનામાં કેસની સંખ્યા 450 થી વધી ગઇ છે. જિલ્લામાં 13 મેનાં સાૈથી વધુ 572 કેસ નોંધાયા હતાં. છેલ્લા એક મહિનામાં જૂનાગઢ જિલ્લામાં કોરોનાનાં કેસની સંખ્યા 8979એ પહોંચી ગઇ છે. તેમજ મૃત્યુ 172 થયા છે.

આ ઉપરાંત જિલ્લામાં કોરોનાથી સાજા થનારની સંખ્યા 5794 છે. રાજ્યનાં કેટલાક જિલ્લામાં કોરોનાનાં કેસ ઘટી રહ્યાં છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં કેસમાં વધારો થઇ રહ્યો છે. ગુરૂવારે સૌથી વધુ કેસ નોંધાયા છે. માત્ર એક મહિનાનાં નહી પરંતુ આજ સુધીનાં કેસમાં સાૈથી વધુ કેસ ગુરૂવારે સામે આવ્યાં છે. ગુરૂવારે 572 કેસ નોંધાયાં હતાં.

કોરોના પર વિજય મેળવવા માટે લોકોએ જાગૃત થવું પડશે. જૂનાગઢ શહેરમાં દિવસ દરમિયાન ભીડ જોવા મળે છે. બસ સ્ટેશન, આઝાદ ચોક સહિતનાં વિસ્તારમાં ટ્રાફિકનાં દ્રષ્યો જોવા મળી રહ્યાં છે. ઠેર-ઠેર લોકોનાં ટોળા જોવા મળી રહ્યાં છે. આ પ્રકારની ભીડથી કોરોના સંક્રમણ વધવાની શક્યતા વધી જાય છે. સાવધાન બની પોતે સુરક્ષીત થઇએ અને અન્યને પણ સુરક્ષીત કરીએ.

ગીર-સોમનાથમાં 158 કોરોનાનાં કેસ
ગિરસોમનાથ જિલ્લામાં ગુરૂવારે 158ને કોરોના પોઝિટીવ આવ્યો છે જ્યારે 191 દર્દી સ્વસ્થ થતા તેમને હોસ્પિટલેથી રજા અપાઇ છે. દરમિયાન 1નું કોરોનાથી મોત થયું છે. હાલ કોરોના સંક્રમણને અટકાવવા રસીકરણની કામગીરી પણ વેગવંતી બનાવાઇ છે.

108એ 1500 દર્દીને હોસ્પિટલે પહોંચાડ્યા
કોરોનાની બીજી લહેરમાં જૂનાગઢ 108ની ટીમે કોરોનાના કુલ 1,500 દર્દીને હોસ્પિટલે પહોંચાડ્યા છે. એક દર્દીનું ઓક્સિજન લેવલ 35 નીચે ઉતરી ગયું હોવા છત્તાં 108ના ઇએમટી હર્ષિદાબેને કૃત્રિમ શ્વાસોશ્વાસથી ઓક્સિજન 82 સુધી પહોંચાડી મહિલા દર્દીનો જીવ બચાવ્યો છે. જિલ્લામાં 13 એમ્બ્યુલન્સ, 30 ઇએમટી અને 30 પાઇલોટ દિવસ રાત ખડેપગે સેવા બજાવે છે. જ્યારે 108ના ઇરફાનભાઇ, દિનેશભાઇ, કેતનભાઇ, જયેશગીરી, હિતેન્દ્રભાઇ, પ્રકાશભાઇ, અલ્પેશભાઇ, નીકુંજભાઇ સહિત 8 કર્મીઓ પણ કોરોનાની ઝપટે ચડી ગયા હતા તે 7 દિવસમાં સ્વસ્થ થઇ ફરી સેવામાં લાગી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...