તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સોરઠમાં કુલ કેસના 56.75 ટકા દર્દીઓ ડિસ્ચાર્જ થયા, ગિરસોમનાથમાં 196 કેસ, 143 ડિસ્ચાર્જ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેબિનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાએ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. - Divya Bhaskar
કેબિનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાએ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી.
  • જૂનાગઢ જિલ્લામાં 514 કેસ, 260 ડિસ્ચાર્જ, 8ના મોત
  • જૂનાગઢ જિલ્લામાં 3,596 દર્દી હજુ કન્ટેઇનમેન્ટ ઝોનમાં કેદ

સોરઠમાં કોરોનાના કુલ કેસના 56.75 ટકા દર્દીઓ સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સોરઠમાં સોમવારે 710 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા જ્યારે 403 દર્દી ડિસ્ચાર્જ થતા તેની ટકાવારી 56.75 ટકા રહી હતી. સોમવારે જૂનાગઢ જિલ્લામાં 514 કોરોના પોઝિટીવ દર્દી નોંધાયા હતા જ્યારે 8 દર્દીના કોરોનાથી મોત થયા હતા અને 260 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે. હજુ જૂનાગઢ જિલ્લામાં 448 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 467 ઘરના 3,596 લોકો કેદ છે. જ્યારે ગિર સોમનાથમાં 196 કોરોના પોઝિટીવ નોંધાયા હતા જેમાંથી 143 દર્દી ડિસ્ચાર્જ કરાયા હતા.

જૂનાગઢમાં સોમવારે 514 કેસ નોંધાયા છે જેમાંથી 230 કેસ જૂનાગઢ સિટીના છે. જ્યારે જૂનાગઢ તાલુકામાં 36, કેશોદ તાલુકામાં 44, ભેંસાણ તાલુકામાં 28, માળીયા હાટીના તાલુકામાં 41, મેંદરડા તાલુકામાં 16, માંગરોળ તાલુકામાં 37, વંથલી તાલુકામાં 28 અને વિસાવદર તાલુકામાં 25 કેસનો સમાવેશ થાય છે. જ્યારે જૂનાગઢ શહેરમાં 3, મેંદરડા તાલુકામાં 2 અને કેશોદ, માળીયા તેમજ વિસાવદર તાલુકામાં 1-1 મળી કુલ 8ના કોરોનાથી મોત થયા છે.

ગિર સોમનાથમાં કુલ 196 કેસ નોંધાયા છે જેમાં વેરાવળ તાલુકામાં 74, સુત્રાપાડા તાલુકામાં 15, કોડીનાર તાલુકામાં 29, ઉના તાલુકામાં 30, ગિરગઢડા તાલુકામાં 26 અને તાલાલા તાલુકામાં 22 કેસનો સમાવેશ થાય છે. આમ, સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસ ઘટ્યા છે, પરંતુ વેરાવળ તાલુકામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે.

જૂનાગઢ જિલ્લા અને ગીર-સોમનાથ જિલ્લામાં રસીકરણ
જૂનાગઢ શહેરમાં સોમવારે 1,651ને તેમજ ગ્રામ્યમાં 3,799ને મળી એક જ દિવસમાં 5,450ને રસીકરણ કરાયું છે. જ્યારે અત્યાર સુધીમાં જૂનાગઢ સિટીમાં 78,108ને તેમજ ગ્રામ્યમાં 2,11,881ને મળી કુલ 2,89,989 લોકોને રસીકરણ કરાયું છે. જયારે ગિર સોમનાથમાં 425 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ તેમજ 564 લોકોને રસીનો બીઝો ડોઝ અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...