તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર યથાવત:1 મહિનામાં કોરોના કેસમાં 544 ટકાનો વધારો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતત વધતા કેસનું કારણ : જૂનાગઢમાં કોરોના કેસમાં રોકેટ ગતિએ વધારો સામે રસીકરણની કામગીરી રગશિયા ગાડા જેવી
  • જૂનાગઢ જિલ્લામાં 46 ટકા વેક્સિનેશન વધ્યું : રવિવારે 484 કેસ, 11 ના કોરોનાથી મોત થયા : ગિર સોમનાથ જિલ્લામાં 208 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેનું કારણ છે, કેસમાં રોકેટ ગતિથી થતો વધારો સામે રગશીયા ગાડાની રીતે ચાલતી રસીકરણની કામગીરી. જૂનાગઢ જિલ્લામાં 1 મહિનામાં કોરોનાના કેસમાં 544 ટકાનો વધારોજોવા મળ્યો છે. સામે વેક્સિનની કામગીરીમાં માત્ર 42 ટકાનોજ વધારો થઇ રહ્યો છે. આમઘ ધીમી ગતિએ થતા રસીકરણના કારણે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જો વધુ લોકોએ કોરોના વેક્સિન લઇ લીધી હોત તો કોરોનાના કેસમાં આટલો ઉછાળો જોવા ન મળ્યો હોત તેવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

જૂનાગઢ જિલ્લામાં ગત 9 એપ્રિલના માત્ર 89 લોકો કોરોના પોઝિટીવ હતા જેનો આંક 1 મહિના પછી 9 મેના રોજ 484 એ પહોંચ્યો છે. આમ, એક જ મહિનામાં કોરોનાના કેસમાં 544 ટકાનો વધારો નોંધાયો છે. બીજી તરફ 9 એપ્રિલના રોજ જૂનાગઢ જિલ્લામાં કુલ 2,00,157 લોકોને વેક્સિન અપાયા હતા. જ્યારે 9 મેના એક મહિના સુધીમાં કુલ 2,84,539 લોકોનું જ વેક્સિન થઇ શક્યું છે.

આમ, વેક્સિનેશનની કામગીરી માત્ર 42 ટકા જ વધી છે. ત્યારે જ વેક્સિનેશનની કામગીરી યુદ્ધના ધોરણે થઇ હોત તો સંભવ છે કે, કોરોના પોઝિટીવ દર્દીનો આંક આટલો ઉંચો ન જાત. દરમિયાન જૂનાગઢ જિલ્લામાં રવિવારે કુલ 484 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે જેમાંથી 277 કેસ માત્ર જૂનાગઢ સિટીના છે.

જ્યારે જૂનાગઢ તાલુકાના 26, કેશોદ તાલુકાના 39, ભેંસાણ તાલુકાના 22, માળીયા હાટીના તાલુકાના 29, માણાવદર તાલુકાના 35, મેંદરડા તાલુકાના 21, માંગરોળ તાલુકાના 25, વંથલી તાલુકાના 23 અને વિસાવદર તાલુકાના 37 કેસનો સમાવેશ થાય છે. જ્યારે રવિવારે 11ના કોરોનાથી મોત થયા છે. આમાં જૂનાગઢ સિટીમાં 5 અને કેશોદ, ભેંસાણ, માળીયા હાટીના, માણાવદર, મેંદરડા અને જૂનાગઢ તાલુકામાં 1-1 મળી વધુ 6 સાથે 11 મોત થયા છે. જ્યારે 180 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે ગિર સોમનાથ રવિવારે 208 કેસ કોરોના પોઝિટીવ નોંધાયા છે જેમાં વેરાવળ તાલુકાના 60, સુત્રાપાડા તાલુકાના 21, કોડીનાર તાલુકાના 27, ઉના તાલુકાના 43, ગિરગઢડા તાલુકાના 27 અને તાલાલા તાલુકાના 24 કેસનો સમાવેશ થાય છે. દરમિયાન 95 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને રવિવારે સરકારી ચોપડે એકપણ મોત કોરોનાથી થયું નથી.

જૂનાગઢ - ગીર સોમનાથમાં રસીકરણની કામગીરી
જૂનાગઢ જિલ્લામાં રવિવારે કરાયેલ રસીકરણની કામગીરીમાં શહેરમાં 1,246 અને ગ્રામ્યમાં 1,841 મળી એક જ દિવસમાં 3,087 લોકોને રસીકરણ કરાયું છે. જ્યારે અત્યાર સુધીમાં જૂનાગઢ સિટીમાં 76,457 અને ગ્રામ્યમાં 2,08,082 મળી કુલ 2,84,539ને કોરોના રસીથી રક્ષિત કરવામાં આવ્યા છે. ગીર- સોમનાથમાં આજે 51 રસીનો પ્રથમ ડોઝ તેમજ 365 લોકોને બીજો ડોઝ અપાયો હતો.

જૂનાગઢ જિલ્લામાં 424 કન્ટેઇનેમન્ટ ઝોન
જૂનાગઢ જિલ્લામાં હજુ 424 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 452 ઘરના 3,245 લોકોનો સમાવેશ થાય છે. આમ, હજુ જિલ્લામાં 3,245 લોકો કન્ટેઇનમેન્ટ ઝોનની કેદમાં છે.

અન્ય સમાચારો પણ છે...