તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સોરઠમાં કોરોના કન્ટેઇન્મેન્ટ ઝોનમાં હજુ 5,369 લોકો કેદ

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે વધુ 26 ને કોરોના, 33 ડિસ્ચાર્જ

સોરઠમાં કોરોનાના કેસ સતત આવી રહ્યા છે. કોરોનાના કારણે કરાયેલા કન્ટેઇન્મેન્ટ ઝોનમાં હજુ 5,369 લોકો કેદમાં છે. હજુ પણ કોરોના રોકાવાનું નામ લેતો ન હોય લોકો કોરોના ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરે તે જરૂરી છે. જ્યારે મંગળવારે સોરઠમાં વધુ 26ને કોરોના પોઝિટીવ આવ્યો છે, જ્યારે 33 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દરમિયાન મંગળવારે આવેલા કોરોના પોઝિટીવ કેસ પર નજર કરતા જૂનાગઢ જિલ્લામાં કુલ 18 નવા કેસ નોંધાયા છે. આ 18 કેસમાંથી 10 કેસ માત્ર જૂનાગઢ સિટીના છે. જ્યારે કેશોદ તાલુકામાં 3 તેમજ જૂનાગઢ, ભેંસાણ, માળીયા હાટીના, મેંદરડા અને વિસાવદર તાલુકામાં 1-1 કેસ નોંધાયો છે. સામે 24 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

દરમિયાન જૂનાગઢ જિલ્લામાં હજુ 78 કન્ટેઇન્મેન્ટ ઝોનમાં 667 ઘરના 2,789 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે ગિર સોમનાથ જિલ્લામાં 8 ને કોરોના પોઝિટીવ આવ્યો છે, જેમાં વેરાવળમાં 5, ઉનામાં 2 અને ગિર ગઢડામાં 1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે 9 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગિર સોમનાથમાં હજુ 90 કન્ટેઇન્મેન્ટ ઝોનમાં 516 ઘરના 2,580 લોકોનો સમાવેશ થાય છે. દરમિયાન કોરોના સંક્રમણથી પોતાને તેમજ પોતાના પરિવારને સુરક્ષિત રાખવા માસ્ક પહેરવું જરૂરી છે. આ ઉપરાંત સોશ્યલ ડિસ્ટન્સ, સેનેટાઇઝ વગેરેની કાળજી રાખવી પણ એટલી જ હિતાવહ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser