લૂંટનો મામલો:પાસામાંથી છૂટીને બીજા આરોપીની મદદથી 5.26 લાખની લૂંટ ચલાવી હતી

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જોષીપરામાં ખોટી બંદૂક અને છરી વડે થયેલ લૂંટનો મામલો

શહેરના જોષીપરામાં આવેલ બાલસ નગરમાં ખોટી બંદૂક અને છરી વડે થયેલ લૂંટના બનાવમાં એલસીબીએ 2 શખ્સોને દબોચી લીધા છે. પાસાના આરોપીએ અન્ય આરોપીની સાથે મળી લૂંટ ચલાવી હતી. એલસીબીએ બન્ને પાસેથી 6.87 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે, જોષીપરામાં થયેલ લૂંટના મૂળ સુધી પહોંચવા ખાનગી બાતમીદારો, સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ ટીમ વગેરેની મદદ લેવાઇ હતી.

દરમિયાન આ લૂૂંટમાં માળીયા હાટીના તાલુકાના અમરાપુરના ડેવિડ નાથાભાઇ સોલંકી અને કેશોદ તાલુકાના ફાગળી ગામના અનિલ વ્રજલાલ મારૂની સંડોવણી હોવાની બાતમી મળી હતી. જ્યારે પોકેટ કોપની મદદથી જોતા બન્ને આરોપીની અન્ય ગૂનામાં પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન આ બન્ને આરોપી ચોબારી તરફ જતા હોવાની બાતમી મળતા એલસીબી પીઆઇ એચ. આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા,ડી.એમ. જલુ, પી.એચ. મશરૂ અને એલસીબી સ્ટાફે જઇને બન્નેને ઝડપી લીધા હતા. તેમની પૂછપરછમાં આ ગુનાની કબુલાત આપી હતી. આરોપી પાસેથી કુલ 6,76,787નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

બન્નેનો ગુનાહિત ઇતિહાસ
(1)ડેવિડ જેન્તીભાઇ સગર સામે સુરત કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં 5,61,044ની ચોરીની, વરાછા પોલીસ સ્ટેશનમાં 1,70, 000ની ચોરીની ફરિયાદ દાખલ થયેલ છે. જ્યારે તેની પાસા હેઠળ પર અટકાયત કરવામાં આવી છે.
(2) અનીલ વ્રજલાલ સગર સામે કેશોદ પોલીસ સ્ટેશનમાં જાનથી મારી નાંખવાની ધમકીની તેમજ માળીયા પોલીસ સ્ટેશનમાં 4,800ના દારૂ સાથે પકડાઇ જવાના ગુનાની ફરિયાદ નોંધાયેલ છે.

આરોપીની મોડેસ ઓપરેન્ડી
આરોપીઓ ચોરી અથવા લૂૂંટ કરવાના ઇરાદે નિકળી રસ્તામાં મોટર સાઇકલની ચોરી કરી તેના પર જઇ બંધ મકાન અથવા એકલી રહેલી વ્યક્તિના મકાનમાં ઘુંસી ચોરી-લૂંટ કરે છે.

અન્ય સમાચારો પણ છે...