કાર્યવાહી:5.26 લાખની લૂંટના આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે

જૂનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આરોપીને ભારોભાર પસ્તાવો, હવે ગુનો નહિ કરવા કબુલાત પણ આપી

જૂનાગઢના જોષીપરા વિસ્તારના બાલસ નગરમાંથી થયેેલ 5.26 લાખની લૂંટના બન્ને આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા બન્નેને જેલ હવાલે કરાયા છે. મનપાના કર્મચારીના માતા,પિતાના ઘરમાં સમી સાંજે ત્રાટકી ખોટી બંદૂક અને છરીની અણીએ બે આરોપીઓએ 5.26 લાખની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા.આ અંગે ફરિયાદ નોંધાતા એલસીબીએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બન્ને આરોપી ચોબારી તરફ જતા હોવાની બાતમી મળતા એલસીબીએ બન્નેને ઝડપી લઇ 5.26 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. બાદમાં બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

દરમિયાન ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં બી ડિવીઝન ઇન્ચાર્જ પીઆઇ એન.આર. પટેલ અને સ્ટાફે લીધેલ રિમાન્ડમાં બન્ને ભાંગી પડ્યા હતા અને જણાવ્યું હતું કે, ગુનો કર્યા બાદ ખૂબ પસ્તાવો થયો છે. જોકે હવે ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહેવાની કબુલાત આપી હતી. દરમિયાન 1 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા બન્નેને જેલ હવાલે કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...