તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવ ન મળતા નુકસાન:ગત વર્ષે 5,13,000 બોક્ષ, આ વર્ષે 4,40,000 બોક્ષ કેસર કેરીની આવક

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • વરસાદ ન આવે તો હજુ 15 થી 20 દિવસ કેરીની સિઝન, વરસાદથી કેરી પલળી જવાના કારણે ભાવ ન મળતા નુકસાન

જો વરસાદ ન આવે તો કેસર કેરીની સિઝન હજુ 15 થી 20 દિવસ સુધી ચાલશે તેમ જાણવા મળી રહ્યું છે. આ અંગે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી પી. એસ. ગજેરાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે કેસર કેરીના 5,13,000 બોક્ષની આવક થઇ હતી. દરમિયાન આ વર્ષે કેરીની આવક 4,40,000 બોક્ષની થઇ છે. જોકે, હજુ કેસર કેરીની સિઝન પૂર્ણ થઇ નથી. જો વરસાદ ન આવે તો હજુ પણ 15 થી 20 દિવસ સુધી કેરીની આવક ચાલુ જ રહેશે.

ગત વર્ષે કેસર કેરીના 10 કિલોના બોક્ષનો સરેરાશ ભાવ 500થી 600 રૂપિયા આસપાસ રહ્યો હતો. જ્યારે ચાલુ વર્ષે 550થી 600 રૂપિયાનો ભાવ રહ્યો હતો. આમ, જો ગત વર્ષની સરખામણી કરવામાં આવે તો ઉત્પાદનમાં અને ભાવમાં ઝાઝો ફરક ન હોય ખેડૂતોને વધુ નુકસાની થઇ નથી. પરંતુ જ્યાં તાઉતે વાવાઝોડાની વધુ અસર રહી હતી ત્યાં કેરી ખરી પડતા તેના ભાવ સાવ ગગડીને તળીયે પહોંચી ગયા હતા પરિણામે ખેડૂતોને થોડી આર્થિક નુકસાની ભોગવવી પડી છે.

સામાન્ય રીતે 500થી 600માં 10 કિલો પેકીંગના જે કેરીના બોક્ષ વેંચાતા હતા તે આ વર્ષે વરસાદથી કેરી પલળી જતા અને નીચે ખરી પડતા 10 કિલોનું બોક્ષ માત્ર 50થી લઇને 150માં વેંચવું પડ્યું છે. આમ, ગુણવત્તા ઘટી જતા ભાવ ઘટતા આવક ઘટી છે જેથી ખેડૂતોને તેમજ ખાસ કરીને ઇજારદારોને નુકસાની થઇ છે. આ ઉપરાંત વાવાઝોડાથી કેરી ખરીને નાશ પામતા તે પણ નુકસાની થઇ હતી.

કચ્છ, સુરત, વલસાડની કેરીની પણ આવક
જૂનાગઢમાં વલસાડ,સુરતની પણ કેરી આવે છે. જ્યારે કચ્છની પણ કેસર કેરી આવે છે. કચ્છની કેરી 5 કિલો, 10 કિલોના બોક્ષમાં તેમજ 20 કિલોના લાકડાના બોક્ષમાં પેક થઇને વેંચાઇ છે. કચ્છની કેરી ઓગસ્ટ સુધી ચાલુ રહે છે.

અન્ય સમાચારો પણ છે...