તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અન્નકૂટ:સ્વામિનારાયણ મુખ્ય મંદિરે 5,100 કિલોનો, ગુરૂકુલે 1,110 કિલોનો અન્નકૂટ

જૂનાગઢ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢ શહેરના મંદિરોમાં રવિવારે ભગવાનને અન્નકૂટનો ભોગ ઘરાવાયો હતો. શહેરના જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ સુવર્ણ શિખર મુખ્ય મંદિરે ચેરમેન કોઠારી સ્વામિ દેવનંદનદાસજી, મહંત શાસ્ત્રી પ્રેમસ્વરૂપદાસજી સ્વામિ, પી.પી. સ્વામિ, ચંદ્રપ્રસાદદાસજી સ્વામિ, ધર્મકિશોરદાસજી સ્વામિ, કુંજવિહારીદાસજી સ્વામિ વગેરેના માર્ગદર્શનમાં 5,100 કિલોનો અન્નકૂટ બનાવી ધરાવાયો હતો. 108 પ્રકારની વાનગી બનાવવા માટે 10 દિવસથી તૈયારી ચાલતી હતી.

અન્નકૂટનો પ્રસાદ 750 ગામોમાં વિતરણ કરાશે. જ્યારે શહેરના કોલેજ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુલ ખાતે 1,170 કિલોની સામગ્રીથી અન્નકૂટ બનાવી ભગવાનને ધરાવાયો હતો. આ અંગે શાસ્ત્રી સ્વામિ હરિનારાયણદાસજીએ જણાવ્યું હતું કે, 7 દિવસથી 70 જેટલા હરિભક્તો અન્નકૂટ બનાવવાની તૈયારીમાં લાગ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ અન્નકૂટ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો