તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રાવણ માસનો બીજો દિવસ:આજે સોમનાથ મંદિરમાં સાંય આરતી સમયે 51 કિલો રંગબેરંગી પુષ્પોનો શૃંગાર કરવામા આવ્યો

વેરાવળએક મહિનો પહેલા
સોમનાથ મહાદેવને કરાયેલ રંગબેરંગી પુષ્‍પોનો શણગાર
  • ભોળાનાથના અલૌકિક દર્શનનો લાભ લઈ ભાવિકોએ ધન્યતા અનુભવી

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આજે બીજા દિવસે પણ પ્રથમ જયોતિર્લિંગ સોમનાથમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

શ્રાવણ માસના પ્રથમ સોમવારે બોરસલીના ફૂલોનો શૃંગાર કરાયા બાદ આજે સાય આરતી સમયે સોમનાથ મહાદેવને 51 કિલો રંગબેરંગી પુષ્પોનો શૃંગાર કરવામા આવ્યો હતો. સાંય આરતી સમયે સોમનાથ મંદિર પણ રંગબેરંગી લાઈટથી ઝળહળી ઉઠ્યું હતું. જેના અદ્ભુત દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...