તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેટર અભિયાન:જૂનાગઢમાં 5 લાખ વિદ્યાર્થીઓએ પોસ્ટકાર્ડ લખીને કોરોના રસી લેવા પરિવારજનોને જાગૃત કર્યા

જૂનાગઢ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • ‘નજીકના દિવસમાં મારો જન્મ દિવસ છે, તમે રસી લઇ લ્યો એ જ મારી બર્થ ડે ગિફ્ટ’

શિક્ષક કભી સાધારણ નહિ હોતા, ચાણક્યની આ વાત જૂનાગઢ જિલ્લાના શિક્ષકોએ આત્મસાત કરી લીધી છે. હાલ કોરોના મહામારીએ ઉપાડો લીધો છે ત્યારે કોરોનાની ચેઇન તોડવા માટે શિક્ષકો મેદાનમાં આવ્યા છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, લોકોમાં કોરોના અંગે જનજાગૃત્તિ માટે શિક્ષકોનો વેબીનાર કરવામાં આવ્યો હતો જેમાં જનજાગૃત્તિ અભિયાન શરૂ કરવા જણાવાયું હતું.

કોરોનાની ચેઇન તોડવા પ્રયોગ
દરમિયાન દરરોજ 10,000 શિક્ષકો 5 પરિવારને ફોન કરી તેના ખબર અંતર પૂછવા સાથે કોરોના વેક્સિનનું મહત્વ સમજાવે છે. ખાસ કરીને કોરોનાથી બચવા માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા, સતત હાથ ધોતા રહેવા, સેનેટાઇઝ કરતા રહેવા તેમજ બિનજરૂરી રીતે બહાર ન જવા સમજાવાય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પણ લોકોમાં કોરોના જનજાગૃતિ લાવવા પોસ્ટકાર્ડ ઝુંબેશ શરૂ કરવા જણાવાયું હતું જેના ફળસ્વરૂપે અત્યાર સુધીમાં 5,00,000 વિદ્યાર્થીઓએ પોતાના સગા સબંધીને પોસ્ટ કાર્ડ લખી કોરોના અંગે જાગૃત કરી વેક્સિન લઇ કોરોનાની ચેઇન તોડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

કોરોનાની રસી મારી બર્થડે ગિફ્ટઃ વિદ્યાર્થી
દરમિયાન એક વિદ્યાર્થીએ પોતાના દાદા,દાદીને પોસ્ટકાર્ડ લખ્યો હતો જેમાં જણાવાયું હતું કે, નજીકના દિવસોમાં જ મારો જન્મ દિવસ છે. તમે કોરોના રસી લઇ લ્યો તે જ મારી બર્થડે ગિફ્ટ છે. આમ, કોરોના સામે રસીકરણ અંગે જનજાગૃત્તિ ફેલાવવામાં બાળકો પણ ચોટદાર સંવાદો સાથે પોસ્ટકાર્ડ લખી રહ્યા છે જેથી અનેક પરિવારજનો જાગૃત બની વેક્સિન લઇ રહ્યા છે.

અન્ય બાળકોએ લખેલા પોસ્ટકાર્ડના અંશો

 • દાદા, દાદી! મારે તમારી ગોદમાં રમવું છે, વાર્તાઓ સાંભળવી છે. માટે કોઇપણ પ્રકારની અફવામાં આવ્યા વિના ઝડપથી કોરોના વેક્સિન લઇ લ્યો.
 • વેક્સિનથી ડરવાની જરૂર નથી, તેનાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધશે. વેક્સિન લેશું તો કોરોનાને હરાવી શકીશું.
 • ભારત સરકાર દ્વારા કોરોના વેક્સિન ફ્રિમાં અપાઇ છે. તમે પણ વેક્સિન લેજો અને પરિવારના દરેક સભ્યોને પણ લેવરાવજો.
 • વેક્સિન લેવાથી શરીરમાં કોરોના આવતો નથી માટે વેક્સિન અવશ્ય લેજો. ખાસ તો વેક્સિન લીધા પછી પણ કોરોના આવે તો ઘરે સારવાર થઇ શકે છે, હોસ્પિટલાઇઝ થવું પડતું નથી માટે વેક્સિન અવશ્ય લેજો.
 • નાના, નાની! અમારે હજુ તમારા હાથના વીણેલા ચણીયા બોર ખાવા છે, ગાડી ગાડી રમવું છે, માટીના રમકડા બનાવવા છે, તમારી પાસેથી રામાયણ અને મહાભારત અને પંચતંત્રની વાર્તા સાંભળવી છે. માટે તમે વેક્સિન લીધી ન હોય તો વ્હેલી તકે લઇ લો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો