પોલીસે નાણાં પરત કરાવ્યા:ગત દિવાળીએ ચોરીમાં ગૂમાવેલા 50,000 આ દિવાળીએ પાછા મળ્યા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાકિટ ચોર મહિલાએ ચોરી કબુલતા પોલીસે નાણાં પરત કરાવ્યા

ગત દિવાળીમાં પાકિટ ચોરીમાં 50,000 ગૂમાવનાર મહિલાને જૂનાગઢ પોલીસે આ દિવાળીએ 50,000 પરત અપાવ્યા છે. આ અંગે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માંગનાથમાં ખરીદી કરતી મહિલાના પર્સની ઉઠાંતરી થઇ હતી.પોલીસે આ મામલે નોંધાયેલી ફરિયાદ પરથી વિજુબેન દિનેશભાઇ સોલંકી(ઉ.વ. 35, રે. વિજવડ,તાલુકો ગોંડલ)ને ઝડપી લઇ 6,570ની રોકડ ઝપ્ત કરી હતી.

દરમિયાન વધુ તપાસમાં ગત દિવાળીમાં માણાવદરના કોઠારીયા ગામના વિરલબેન ભવદિપભાઇ રમેશભાઇ સાકરીયાના 50,000ના પાકિટની પણ ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યારે ગત વર્ષના સીસીટીવી ચેક કરતા આ ચોરી પણ વિજુબેને કરી હોવાનું ખુલવા પામ્યું હતું. બાદમાં પોલીસે આરોપી વિજુબેન પાસેથી 50,000 મેળવી વિરલબેનને સોંપી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...