ભાવવધારો:500 ના ફટાકડા હવે 1500 અને 2000 ના 5000 થયા

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવવધારાને કારણે ફટાકડા ઓછા ખરીદી શકાય છે : છેલ્લા ચારેક વર્ષમાં જ ફટાકડાનાં ભાવમાં ત્રણ થી ચાર ગણો વધારો, જોકે વેરાયટી પણ વધી

દિવાળી નજીક આવતાંજ ફટાકડાની ખરીદી શરૂ થઇ ગઇ છે. ત્યારે મધ્યમ વર્ગના લોકોને આજથી 3-4 વર્ષ પહેલાં ફટાકડા પાછળ કેટલો ખર્ચ કરતા. અને હવે કેટલો ખર્ચ કરે છે એનો ફરક ઉડીને આંખે વળગે એવો છે. અગાઉ જે લોકો 500 રૂપિયાના ફટાકડા ફોડતા એ લોકોએ એટલાજ ફટાકડા ખરીદવા હવે 1500 રૂપિયા ખર્ચવા પડે છે. તો જે લોકો 1500 થી 2000 ના ફટાકડા ફોડતા તેઓનું બજેટ વધીને 5 થી 7 હજારે પહોંચ્યું છે. આમ માત્ર 4 વર્ષમાંજ ફટાકડાના ભાવમાં 3 ગણો વધારો જોવા મળ્યો છે.

પરિવારની જવાબદારી વધી એટલે ફટાકડાનો ખર્ચ પણ વધ્યો
5 વર્ષ પહેલાં મારે ફટાકડા પાછળ 1000 થી 1500 નો ખર્ચ થતો. હવે જોકે, 5000 થી 7000 ના લેવા પડે છે. લગ્ન થયા હોવાથી પરિવારની જવાબદારી વધી. એટલે ખર્ચ પણ સ્વાભાવિકપણેજ વધ્યો. > ुंुुનરેશભાઇ વકાતર

ભાવ વધારાનાં કારણે ફટાકડાની કિંમતમાં 4 ગણો વધારો આવ્યો
​​​​​​​ ભાવ વધારાને કારણે દિવાળીનો ખર્ચ વધી ગયો છે. પહેલાં 300 થી 400 માં દિવાળીના ફટાકડા આવી જતા. જે હવે 1000 થી 1500 માં માંડ થાય છે. ભાવ વધારાને કારણે દિવાળીના તહેવારની દરેક વસ્તુ પર વધારે પૈસા ખર્ચવા પડે છે. > મીતુલભાઇ પુરોહિત

આત્મનિર્ભર થયો એટલે હવે ફટાકડા માટે વધુ ખર્ચી શકું છું
4 વર્ષ પહેલાં મારે ઘેરથી પૈસા લેવા પડતા. જેના કારણે 400 થી 500 ના ફટાકડા ખરીદી
શકતો. જોકે, આ વર્ષોમાં તેની કિંમતો ભલે વધી. છત્તાં આત્મનિર્ભર થઇ ગયો એટલે ફટાકડા માટે 2 થી 3 હજારનું બજેટ ફાળવી શકું છું. > રામભાઇ કે. કેશવાલા

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...