દુષ્કર્મ:ગીર ગઢડાના ખીલાવડ ગામમાં 50 વર્ષીય આધેડે પોતાની પુત્રીની ઉમરની યુવતી પર દુષ્કર્મ ગુજારતા પોલીસ ફરિયાદ

ગીરગઢડા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે નરાધમની શોધખોળ હાથ ધરી

ગીર સોમનાથ જીલ્‍લાના ગીરગઢડા તાલુકાના ખીલાવડ ગામની યુવતી પર તેના જ ગામના પરચીત 50 વર્ષના ઢગાએ બળાત્કાર ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની વિગતમાં પરીવારજનોએ ભાગમાં જમીન વાવવા આપેલ આઘેડ ઢગાએ જ એકલતાનો લાભ લઇ રાત્રીના 2 વાગ્યે ઘરમાં ઘુસીને યુવતીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારી નાસી છુટેલ હતો. આ અંગે ફરીયાદ નોંઘાવતા પોલીસે ઢગાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતમાં મહિલાઓ સુરક્ષીત હોવાના થઇ રહેલા દાવાઓ વચ્‍ચે નાના એવા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ યુવતી-મહિલાઓને એકલુ રહેવું જાણે જોખમી બની રહ્યું હોય તેવો કીસ્‍સો ગીર સોમનાથ જીલ્‍લાના ગીરગઢડા તાલુકામાંથી સામે આવ્‍યો છે. જે અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગીરગઢડા તાલુકાના ખીલાવડ ગામની 18 વર્ષની ખેડુતની પુત્રી ગતરાત્રે પોતાના ઘર રૂમમાં એકલી સુતી હતી ત્યારે તેના જ ગામમાં રહેતો હાસમ ઉર્ફે મનસીંગ નથુ મકવાણા નામના શખ્સે બળાત્કાર ગુજાર્યાની ફરીયાદ નોંધાવી છે.

જેમાં જણાવ્‍યા મુજબ યુવતીનું અને તેમના કાકાનું પરીવાર એક જ ફળીયામાં સાથે રહે છે. દરમ્‍યાન યુવતિના માતા-પિતા સુરત ખાતે રહેતા સંબંધીને ત્યાં પ્રસંગમાં ગયેલ હોવાથી ગતરાત્રીના યુવતિ પોતાના રૂમમાં એકલી સુતી હતી જયારે તેના કાકા-કાકી ફળીયામાં સુતા હતા. ત્યારે મોડીરાત્રે બે એક વાગ્‍યે હાસમ તેના ઘરે આવી દરવાજો ખટખટાવતા યુવતીએ દરવાજો ખોલતાની સાથે જ મોઢા પર ડુચો દઇ રૂમમાં લઇ જઇ હાસમએ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારી રહેલ ત્‍યારે યુવતીએ પોતાના કાકાને બુમો પાડતા હાસમ ભાગી ગયો હતો તેનો પીછો કરેલ પરંતુ તે પકડાયો ન હતો.

વઘુમાં આરોપી હાસમ ઉર્ફ માનસીગ નથુ મકવાણાને ભોગ બનનાર યુવતીના કાકાએ પોતાની જમીન ગીરવી વાવવા આપેલ હોવાથી તેને ઓળખતી હોવાનું ફરીયાદમાં જણાવેલ છે.

નરાધમ ઢગાએ યુવતી સાથે બળજબરીપૂર્વક બળાત્‍કાર કર્યાની ઘટનાથી નાના એવા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે. તો દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયેલા આઘેડ ઢગાને ઝડપી લેવા પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...