તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરોમાં 50 જગ્યા ખાલી છે. જગ્યા ભરવા માટે 1 વર્ષથી સરકારે મંજૂરી આપી દીધી છે છત્તાં ભરતી ન કરાતા દર્દીઓને સારી સારવાર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ જગ્યામાં સત્વરે ભરતી કરવા માંગ ઉઠી છે. જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરોમાં તબીબી અધિકારી, ફાર્માસીસ્ટ, મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટિ પર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝરની મળી કુલ 50 જગ્યા ખાલી છે.
આ ખાલી જગ્યામાં ભરતી કરવા માટે ગાંધીનગર સ્થિત આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણની કચેરી દ્વારા મંજૂરી અપાઇ છે. ગત 31 જાન્યુઆરી 2020માં અપાયેલી મંજૂરીને 1 વર્ષ થયું છે છત્તાં આ જગ્યાઓમાં ભરતી કરાતી નથી. રાજ્ય સરકારે ગુજરાતની 8 મહાનગરપાલિકામાં ભરતી માટે આપેલી મંજુરી બાદ ભાવનગર, સુરત, જામનગર અને વડોદરામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઇ ગઇ છે, પરંતુ જૂનાગઢમાં આજદિન સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. ત્યારે કોરોના મહામારીના સમયે આવી આરોગ્યલક્ષી ભરતીની પ્રકિયા સત્વરે હાથ ધરવા માંગ ઉઠી રહી છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.