સહાય:કોરોનામાં થયેલ મૃત્યુમાં 50 હજાર સહાય મળશે

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીમાં મોતને ભેટેલા લોકોના વારસદારોને સરકાર સહાય આપશે. આ માટે વિવિધ કચેરીએથી મૃત્યુનું સર્ટિ મેળવી શકાશે. સુપ્રિમ કોર્ટમાં થયેલ રિટ પિટીશન અન્વયે કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકના સગાસબંધીને મેડીકલ સર્ટિફિકેટ ઓફ કેઝ ઓફ ડેથ ઇશ્યુ કરવા દિશા નિર્દેશ અપાયા છે. ત્યારે મૃતકની સારવાર કરનાર તબીબ, મેડીકલ સર્ટિફિકેટ ઓફ કેઝ ઓફ ડેથ આપી શકે છે.

જો મૃત્યુ હોસ્પિટલમાં થયું હોય તો ફોર્મ નંબર 4 અને તે સિવાયના કિસ્સામાં બિન સંસ્થાકિય મૃત્યુના કિસ્સામાં ફોર્મ નંબર 4 એ મરણ રિપોર્ટ ફોર્મ નંબર 2ની સાથે સબંધિત રજીસ્ટ્રાર જન્મ અને મરણ શાખાને નોંધ કરવા મોકલી શકે છે.

ત્યારે મૃતકના સગા સબંધી દ્વારા સર્ટિ બાબતેની અરજી મનપા ખાતે જન્મ મરણ શાખા અને મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ, નગરપાલિકામાં ચિફ ઓફિસર, ગ્રામ્યકક્ષાએ રજીસ્ટ્રાર જન્મ,મરણ અને તલાટી કમ મંત્રી,ઔદ્યોગિક વિસ્તારમાં રજીસ્ટ્રાર જન્મ, મરણ અને મુખ્ય અધિકારી તેમજ જંગલ વિસ્તારમાં રજીસ્ટ્રાર જન્મ, મરણ અને રેન્જ ફોરેસ્ટર ઓફિસર પાસેથી કોરોનાથી મોતનું સર્ટિ મેળવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...