આરોહણ અવરોહણ સ્પર્ધા ઇનામ:રાજ્યકક્ષાએ 7 હજારના 50 હજાર, રાષ્ટ્રીય કક્ષાએ 50 હજારના 1 લાખ મળશે

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ઇનામ

ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની તૈયારી કરતા યુવાઓને વધુ પ્રોત્સાહન મળે એવો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં વિજેતાઓને મળતી રોકડ રકમમાં મસ મોટો વધારો કરવામાં આવ્યો છે.

જેમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકને 50 હજારને બદલે હવેથી 1 લાખની રોકડ આપવામાં આવશે. જ્યારે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને પહેલાં 7 હજારની રોકડ મળતી જે હવે વધીને 50 હજાર મળશે.

આ અંગેની આજે વીગતો આપતાં જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢના ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની બંને કેટેગરી રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં વિજેતા બનનારને પુરસ્કારની રકમમાં વધારો કરવા વિવિધ સામાજીક સંસ્થાઓ, આગેવાનો, શહેર ભાજપ, રમત ગમતની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી સંસ્થાઓ અને પદાધિકારીઓ દ્વારા રજૂઆતો કરાતી હતી. ગઇકાલે આ બાબતે વિધાનસભા ગૃહમાં આ બાબતે રજૂઆત કરાતાં સરકારે માત્ર 24 કલાકમાંજ મંજૂરી આપી દીધી છે.

વીર સાવરકર અખીલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા

વિજેતા ક્રમપહેલાંની રકમનવી રકમ
1રૂ. 4,241રૂ. 50,000
2રૂ. 3,000રૂ. 35,000
3રૂ. 2,000રૂ. 25,000
કુલરૂ.18,482રૂ. 2,20,000

રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં વધારો

વિજેતા ક્રમઅગાઉની રકમનવી રકમ
1રૂા.50,000રૂા.1,00,000
2રૂ. 25,000રૂ. 85,000
3રૂ. 15,000રૂ. 70,000
4રૂ. 12,500રૂ. 55,000
5રૂ. 10,000રૂ. 40,000
6રૂ. 5,000રૂ. 25,000
7રૂ. 5,000રૂ. 25,000
8રૂ. 5,000રૂ. 25,000
9રૂ. 5,000રૂ. 25,000
10રૂ. 5,000રૂ. 25,000
કુલરૂ. 1,37,000રૂ. 4,75,000
ચારેય વયજૂથરૂ. 5,50,000રૂ. 19,00,000

રાજ્યકક્ષાની સ્પર્ધામાં વધેલી રકમ

વિજેતા ક્રમઅગાઉની રકમનવી રકમ
1રૂ.7,000રૂ.50,000
2રૂ.3,000રૂ.40,000
3રૂ.2,000રૂ.30,000
4રૂ.1,000રૂ.20,000
5રૂ.1,000રૂ.20,000
6રૂ.500રૂ.10,000
7રૂ.500રૂ.10,000
8રૂ.500રૂ.10,000
9રૂ.500રૂ.10,000
10રૂ.500રૂ.10,000
કુલરૂ.16,500રૂ.2,10,000
ચારેય વય જૂથરૂ.66,000રૂ.8,40,000

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...