મેઘતાંડવ:ઓગષ્ટ મહિનામાં જ સિઝનનો 50 ઇંચ વરસાદ, આજ પરિસ્થિતી રહી તો મગફળીના પાકને મોટુ નુકસાન થશે

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મગફળીના પાકમાં સતત પાણી ભરેલા છે તેમજ સોરઠમાં વરસાદ બંધ થવાનું નામ લેતો નથી - Divya Bhaskar
મગફળીના પાકમાં સતત પાણી ભરેલા છે તેમજ સોરઠમાં વરસાદ બંધ થવાનું નામ લેતો નથી
  • જિલ્લામાં ફરી મેઘાવી માહોલ વચ્ચે 4 મીમી થી લઇને 2 ઇંચ જેવો વરસાદ પડી જતા ફરી સર્વત્ર પાણી પાણી

જૂનાગઢ જિલ્લામાં ફરી મેઘાવી માહોલ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જિલ્લામાં 4 મીમીથી લઇને 2 ઇંચ સુધી પાણી પડી ગયું હતું. જ્યારે જૂનાગઢ શહેરમાં 2.5 ઇંચ અને ગિરનારના જંગલમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે શહેરમાંથી પસાર થતો કાળવો ફરી બે કાંઠે વહેતો થયો હતો. જ્યારે સોનરખ નદીમાં પણ પુર આવ્યું હતું. દરમિયાન શુક્રવારે પડેલા વરસાદના કારણે શહેરના માર્ગોનું ફરી ધોવાણ થઇ ગયું હતું.

હજુ સિઝન પૂર્ણ થવાને 18 દિવસ બાકી
જૂનાગઢ જિલ્લામાં ઓગષ્ટ મહિનામાં જ સિઝનનો 50 ઇંચ વરસાદ થઇ ગયો છે. ગત વર્ષે નવેમ્બર સુધીમાં એટલે કે આ સમગ્ર સિઝનનો 55.2 ઇંચ વરસાદ થયો હતો. હજુ સિઝન પૂર્ણ થવાને 18 દિવસ બાકી છે. જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વિસાવદરમાં 64.28 ઇંચ વરસાદ પડી ગયો છે. તેમજ જૂનાગઢ જિલ્લાનો સીઝનનો 138.49 ટકા વરસાદ થયો છે. ગિર-સોમનાથ જિલ્લામાં સિઝનનો 47.95 ઇંચ વરસાદ થયો છે.

લોકો નદીના પટમાં અવર જવર ન કરે
ભારે વરસાદના કારણે લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તેમજ પુલ પરથી વહેતા પાણીમાં પસાર ન થવા જણાવાયું છે અને તલાટીઓને આ મામલે તકેદારી રાખવા જણાવાયું છે. ઉપરાંત ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે નીચાણવાળા વિસ્તારના તમામ ગામના લોકોને તાત્કાલીક સાવચેત કરવા, વરસાદથી ઓવર ટેપીંગ થયેલા રસ્તા પરથી વાહન વ્યવહાર ચાલુ રહે તે માટે પુરતો બંદોબસ્ત ગોઠવવા પણ કલેકટર દ્વારા સૂચના અપાઇ છે.

તલાટીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ
જૂનાગઢ જિલ્લામાં 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડી શકે છે જેના પગલે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ તલાટીઓને હેડક્વાર્ટરમાં જ રહેવા આદેશ કર્યો છે.

ગીરપંથકમાં ભારે વરસાદ : એક થી અઢી ઇંચ
ગીરગઢડામાં દોઢ ઇંચ વરસાદ ખાબકી જતાં થોડીવારમાં રસ્તા પરથી પાણી વહેવા લાગ્યા હતા. જ્યારે દ્રોણ, ફાટસર, ઇંટવાયા ગામમાં 2 થી અઢી ઇંચ વરસાદ ખાબકી જતાં ખેતરોમાં પણ પાણી ભરાવા લાગ્યા હતા. જ્યારે ઊના સહીત તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેમાં દેલવાડા, મોઠા, સનખડા, ગાંગડા, ઉટવાળા, ખત્રીવાળા, ખાપટ, વડવીયાળા, જરગલી, સામતેર, કાણકબરડા, ઉમેજ, ધોકડવા, નીતલી વડલી, નગડીયા, વાજડી, કેસરીયા, સીમાસી સહીત ગામોમાં અડધો થી 1 ઇંચ વરસાદ વરસ્યો હતો.

મચ્છુન્દ્રી નદીમાં યુવાન તણાયો
દેલવાડા ગામે રહેતા જેન્તીભાઇ લાખાભાઇ બાંભણીયાની વાડી અંજાર રોડ પર આવેલ હોય તેવો વાડીએથી પરત દેલવાડા ધરે આવતા હતા. ત્યારે મચ્છુન્દ્રી નદીના બેઠા પુલ પરથી પસાર થતા હતા. એ દરમ્યાન અચાનક પાણીના પ્રવાહમાં પગ લપસી જતાં વહેતા પાણીમાં તણાય ગયો હતો.

બે યુવાનો સરસ્વતી નદીમાં તણાયા
વેરાવળના આજોઠા ગામેથી પસાર થતી સરસ્વતી નદીમાં વડોદરા ઝાલા ગામના બે યુવકો પાણી ના પ્રવાહ વચ્ચે નદીમાં ન્હાવા ગયા હતા ત્યારે ભારે પુર ના લીધે નદીમાં તણાવા લાગ્યા હતા જો કે બંને સ્થાનિક લોકો ને ખબર પડતાં સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા.

ગીરમાં દોઢ ઇંચ વરસાદથી હિરણ ગાંડીતૂર
ગીર જંગલમાં વધુ દોઢ ઇંચ વરસાદ ખાબકતા તાલાલા પંથકમાં પાણી-પાણી થઇ ગયુ હતું. ત્યારે શહેરમાં પણ સવારથી જ વરસાદી માહોલ રહ્યો હતો. ત્યારે હાલ લોકો અને ખેડૂતો વરાપ નિકળે તેની રાહ જોઇ રહ્યાં છે. હાલ ભારે વરસાદને કારણે ખેતરમાં પણ કોઇ કામ થઇશકતા નથી. અનેુ પાક નિષ્ફળ જવાની અણી પર છે.

કોડીનારમાં એક ઇંચ
કોડીનાર શહેરમાં સવારથી વરસાદના ઝાપટા શરૂ હતા ત્યારે બપોરે અઢીથી ચાર સુધી સતત વરસાદ વરસતા એક ઈંચ વરસાદ પડ્યો ફુલ મોસમનો ૧૨૯૦ મી.મી વરસાદ થવા પામ્યો છે કોડીનાર તાબાના ફાચરીયા અરણેજ રોડ ઉપર સતત પાણી વહેતું રહે છે વાહનો પણ માંડમાંડ નીકળે છે મીત્યાજ વિસ્તારમાં ખેતરોમાં પાણી તથા કૂવામાં પાણી કાંઠે આવ્યા છે.

માળિયામાં બે ઈંચ
ચાર દિવસ ના વિરામ બાદ આજે સવાર થીજ વરસાદ પડે છે.બપોર ના બાર વાગ્યા થી બે વાગ્યા સુધીમાં બે કલાક માં બે ઈંચ પાણી પડયું છે. નીચાણ વારા વિસ્તારો પાણી પાણી થય ગયા છે. શાક માર કિત પાસે વરસાદ ના પાણી થી તળાવ ભરાય છે. મોસમનો કુલ વરસાદ થયો છે. કોડીનાર તાલુકાનાં ડોળાસા વિસ્તારમાં ગુરૂવારે મધ્યરાત્રીનાં શુક્રવાર સવાર સુધીમાં 48 મીમી એટલકે બે ઇંચ જેવો વરસાદ ખાબકી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...