મતદાન:સોશ્યલ મિડીયાથી 50 પરિવારોને ગૃપમાં જોડી મતદાન કરાવશે

જૂનાગઢ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મતદાન જાગૃતિ માટે ગોકુલધામના વધુ 1 જાગૃત નાગરિકની પહેલ

જૂનાગઢના વધુ એક જાગૃત નાગરિકે મતદાન જાગૃતિ માટે સોશ્યલ મિડીયાના માધ્યમથી ગૃપ બનાવ્યું છે. આ ગૃપમાં 50 પરિવારોને જોડી તેઓ બપોરના 12 સુધીમાં મતદાન કરાવશે. આ અંગે શહેરની ગોકુલધામ સોસાયટીમાં રહેતા અને વ્યવસાયે બિલ્ડર એવા ભાવેશભાઇ કાલરીયાએ જણાવ્યું છે કે, વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે તેમણે સોશ્યલ મિડીયાના માધ્યમથી એક ગૃપ બનાવ્યું છે. આ ગૃપમાં 50 પરિવારોને જોડ્યા છે જેમને મતદાનના દિવસે બપોરના 12 સુધીમાં મતદાન મથકે પહોંચાડી મતદાન કરાવશેે.

તેમણે જણાવ્યું હતું કે, વ્યવસાયે બિલ્ડર હોય મારી સાથે સંકળાયેલા પ્લમ્બર, કડિયા, કલર કામ કરનાર, લાદી ફિટ કરનાર, ઇલેકટ્રીક લાઇન ફિટ કરનાર વગેરે મજૂર વર્ગના લોકોને શામેલ કર્યા છે. આવા 50 પરિવારોને ગૃપમાં જોડ્યા છે જેમના પરિવારના દરેક સભ્યને 100 ટકા મતદાન કરાવીશ. જિલ્લા કલેકટર રચિત રાજે મતદાનની ટકાવારી 63 ટકાથી વધારીને 82 ટકા કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે.

ત્યારે તેને સિદ્ધ કરવા અમારી જ સોસાયટીના અને હાલ ન્યૂઝીલેન્ડ ગયેલા કાન્તીભાઇ જાંજરૂકિયાએ 100 લોકોનું ગૃપ બનાવી મતદાન જાગૃતિ માટે જે પ્રયાસ કર્યો છે તેમાંથી જ પ્રેરણા લઇને મે આ કાર્ય કર્યું છે. ત્યારે શહેરના અનેક લોકો આવા ગૃપ બનાવી લોકોને તેમાં જોડી મતદાન કરાવે તો મતદાનની ટકાવારી વધી જશે અને લોકશાહીને વધુ મજબૂત કર્યાનો અહેસાસ થશે.

અન્ય સમાચારો પણ છે...