SP સમક્ષ રજૂઆત:વંથલી પોલીસના 5 કર્મચારીઓને સસ્પેન્ડ અને પીએસઆઇની બદલી કરાઇ

જૂનાગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

વંથલી પોલીસના 5 કર્મચારીઓને સસ્પેન્ડ અને પીએસઆઇની બદલી કરાઇ છે. એક ટ્રક ડ્રાઇવર પાસેથી કથિત તોડ લેવા માટે તેનો ટ્રક વેચાવી નાંખ્યાના મામલે કેટલાક આગેવાનોએ એસપી સમક્ષ રજૂઆતો કરતા પગલા લીધા છે. વંથલી તાલુકાનો એક ટ્રક ડ્રાઇવર બોગસ નંબર પ્લેટ લગાવવા બદલ પકડાયો હતો.

આથી તેની સામે ગુનો નોંધવાને બદલે રૂ. 2.20 લાખમાં ટ્રક ભંગારમાં વેચાવી એમાંથી 1 લાખ પોલીસે રાખી, 12 હજાર ક્રેનનું ભાડું વસુલ્યું અને 6 હજાર તેના ભાઇની ટ્રકની નંબર પ્લેટનો ઉપયોગ કરવા બદલ દંડ ફટકાર્યો. બદલામાં એ ડ્રાઇવર સામે બોગસ નંબર પ્લેટનો ગુનો નહોતો નોંધાયો. જેણે ટ્રક ખરીદ્યો એ ભંગારવાળાએ પાછળથી બાકી રહેતા 1 લાખ ટ્રક ડ્રાઇવરને આપી દીધા.

તોડ કરવાના પ્રકરણને લઇ કેટલાક આગેવાનોએ એસપીને રજૂઆત કરી હતી. જેને પગલે એસપી દ્વારા હેડ કોન્સટેબલ પ્રતાપસિંહ શેખવા, બળવંતસિંહ પરમાર, પ્રતિકભાઇ ઠાકર, દેવાભાઇ ભારાઇ, કોન્સટેબલ જતીન મહેતાને સસ્પેન્ડ કરી દીધા હતા. જ્યારે પીએસઆઇ એ. પી. ડોડિયાની જૂનાગઢ રીઝર્વમાં બદલી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...