કોરોના અપડેટ:3 દિવસમાં કોરોનાના કેશોદમાં 5, માળીયામાં 1 પોઝિટીવ કેસ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતત વધતા જતા કોરોનાના કેસથી ચિંતાનું મોજું

જૂનાગઢ જિલ્લામાં કોરોના મહામારીએ ફરી માથું ઉંચક્યું હોય તેમ પોઝિટીવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. એમાં પણ કેશોદમાં છેલ્લા 3 દિવસમાં કોરોનાના 5 પોઝિટીવ કેસ નોંધાયા હતા જ્યારે માળીયામાં 1 કેસ નોંધાયો છે.

આ અંગે મળતી વિગત મુજબ કેશોદમાં 30 ઓકટોબરના 2 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે 31 ઓકટોબરના વધુ 1 કેસ નોંધાયો હતો અને માળીયા હાટીનામાં 1 કેસ નોંધાયો હતો. જ્યારે 1 નવેમ્બરે ફરી કેશોદમાં 2 કેસ નોંધાયા છે. આમ, 3 દિવસમાં 6 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે જેમાંથી 5 કેસ માત્ર કેશોદ તાલુકાના છે. જોકે, 1 નવેમ્બરે કેશોદમાં 2 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે, તેમ છત્તાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે ચિંતા ઉપજાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...