વધુ એકવાર સિંહબાળનું આગમન:જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહણે 5 સિંહબાળને જન્મ આપ્યો; છેલ્લા 11 મહિનામાં જન્મેલા કુલ સિંહબાળની સંખ્યા 29 થઇ

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડી 22 સિંહણે બચ્ચાંઓને જન્મ આપ્યો - Divya Bhaskar
ડી 22 સિંહણે બચ્ચાંઓને જન્મ આપ્યો
  • અગાઉ 3 બચ્ચાંને જન્મ આપનાર ડી 22 સિંહણે જન્મ આપ્યો

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુ 5 સિંહબાળનો જન્મ થતા સક્કરબાગના સ્ટાફમાં ખુશી વ્યાપી ગઇ છે. આ સાથે છેલ્લા 11 માસમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં જન્મ લેનાર સિંહ બાળની સંખ્યા 29 એ પહોંચી છે. હજુ ડિસેમ્બર માસ બાકી છે તેમજ અન્ય સિંહણો પણ ગર્ભવતી હોય જન્મ લેનાર સિંહ બાળની સંખ્યા વધી શકે છે.

આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યું હતું કે, ડી 22 નામની સિંહણ અને આંકોલવાડી નામના સિંહના મેટીંગથી 5 સિંહબાળનો જન્મ થયો છે. ડી 22 સિંહણનો જન્મ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં જ થયો હતો. ડી 22 સિંહણે ગયા વર્ષે પણ 3 સિંહબાળને જન્મ આપ્યો હતો. આમ, ડી 22 સિંહણે અત્યાર સુધીમાં સક્કરબાગને 8 સિંહબાળ આપ્યા છે.

8 દિવસ પહેલાં એક સિંહણે 5 સિંહબાળને જન્મ આપ્યો હતો
8 દિવસ પહેલાં એક સિંહણે 5 સિંહબાળને જન્મ આપ્યો હતો

9 સિંહને અન્ય સ્થળે ખસેડાયા
જૂનાગઢ સક્કરબાગમાં અગાઉ 3 સિંહ બાળને જન્મ આપનાર ડી 9 સિંહણે વધુ 5 સિંહ બાળને જન્મ આપ્યો છે. આ સાથે સક્કરબાગમાં 1 વર્ષમાં જન્મનાર સિંહ બાળની સંખ્યા 24 એ પહોંચી છે. 1 વર્ષમાં એનીમલ એક્ષ્ચેન્જ હેઠળ 9 સિંહને અન્ય સ્થળે મોકલાયા છે.

વહેલી સવારે 5 સિંહબાળનો જન્મ
આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના RFO એ જણાવ્યું હતું કે, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ડી નાઇન સિંહણ અને એ વન સિંહના મેટીંગથી મંગળવારે વ્હેલી સવારે 5 સિંહ બાળનો જન્મ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડી નાઇન સિંહણે અગાઉ 3 સિંહ બાળને જન્મ આપ્યો હતો. આમ,ડી નાઇન અત્યાર સુધીમાં 8 સિંહ બાળની માતા બની છે.

અન્ય સમાચારો પણ છે...