તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઢોરનું મારણ:વડાલના રહેણાંક વિસ્તારમાં 5 સિંહે 2 ઢોરનું મારણ કર્યું, વન્ય પ્રાણીઓ આવી ચઢતા હોવાથી લોકોમાં ભય

વડાલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

આજકાલ જંગલના રાજા શહેરી વિસ્તારો તરફ વળતા જોવા મળે છે. જેમાં ખાસ કરીને સોરઠ પથંકમાં આવેલ સાસણ ગીર અભ્યારણના સિંહો શહેર તરફ વળી રહ્યા છે. ત્યારે ગઈકાલે વહેલી સવારના વડાલ ગામમાં 5 ડાલામથાં શહેરમાં આવી ચઢ્યા હતા. જેમાં શહેરના રાધાવડી રહેણાક વિસ્તારમાં આવી ચઢી 2 ઢોરનું મારણ કરી મિજબાની માણી હતી. જ્યારે રહેણાક વિસ્તારમાં એટલે કે ગલીઓમાં સિંહો આવી ચઢતાં અને ઢોરના મારણા કરતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો છે. વડાલ ગામમાં એકસાથે 5 સિંહ આવી ચઢતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

જ્યારે અત્રે ઉલેખ્ખનીય છે કે આજ દિવસ સુધીમાં ક્યારેય પણ વડાલ ગામમાં સિંહો રેસીડેન્ટ વિસ્તારમાં આવતા સિંહ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. અવાર-નવાર વન્ય પ્રાણીઓ આવી ચઢી દુધાળા પશુઓના મારણ કરતા હોવાથી શહેરી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો