સીઝન મોડી થશે:5 % આંબાવાડીમાં ફૂટ, 95 %માં કોળામણ

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાછોતરા વરસાદના કારણે નવેમ્બર માસમાં ફૂટતા આંબામાં 15 નવેમ્બર બાદ નહિવત મોર જોવા મળ્યા

આ વર્ષે ચોમાસા સીઝન બાદ માવઠું થયું હતું જેથી ચોમાસુ પાક ઉપરાંત આંબાવાડીઓમાં પણ નુકસાન થયું છે. જેથી ફૂટ પણ મોડી આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વર્ષે પાછોતરો વરસાદ અને વાતાવરણમાં આવતા બદલાવના કારણે કેરીની સીઝન મોડી થઈ શકે છે.

5 ટકા બગીચાઓમાં જ મોરની ફૂટ દેખાઈ
કારણ કે સામાન્ય રીતે નવેમ્બર માસમાં જ આંબાવાડીઓમાં મોર આવવાની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ ગીર પંથકમાં હાલની સ્થિતી જોઈએ તો માત્ર 5 ટકા બગીચાઓમાં જ મોરની ફૂટ દેખાઈ છે. જ્યારે 95 ટકા બગીચાઓમાં કોરામણ જોવા મળી રહી છે. જેથી આગોતરો કેરીનો પાક વહેલો બજારમાં નહીં આવી શકે.

આંબાની ડાળીઓ તૂટ્યા બાદ રીકવરી એક વર્ષે આવે
જૂનાગઢ બાગાયત વિભાગના અધિકારી ડો. ડી.કે. વરૂએ કહ્યું હતું કે, પાછોતરા વરસાદના કારણે આંબાવાડીઓમાં નુકસાન થયું છે. જે વરસાદ ન પડ્યો હોત તો અત્યારે ફૂટની પ્રક્રિયા પૂરજોષમાં શરૂ હોત. તેમજ વાવાઝોડાના કારણે પણ નુકસાન થયું છે. જે આંબામાં નુકસાન થયું હોય તેમા રીકવરી એક વર્ષમાં આવી જતી હોય છે. પરંતુ ઉત્પાદનનું પ્રમાણ ઘટી જાય છે.

કોળામણ બાદ દોઢ મહિને મોર ફૂટે
આંબામાં કોરામણ આવે અને જે કુદરતી પ્રક્રિયા બાદ કોરામણ પાકે છે બાદમાં મોર આવવાનું શરૂ થાય છે. જેમને આશરે દોઢ મહિના જેટલો સમય નિકળી જાય છે. } તસવીર - જીતેન્દ્ર માંડવીયા

અન્ય સમાચારો પણ છે...