ઝરખના ઘરે પ્રથમ વખત પારણું બંધાયું:જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં ઝરખના 5 બચ્ચાંનો જન્મ થયો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ ઝૂમાં લવાયેલા ઝરખે પાંચ બચ્ચાને જન્મ આપ્યો હતો. - Divya Bhaskar
એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ ઝૂમાં લવાયેલા ઝરખે પાંચ બચ્ચાને જન્મ આપ્યો હતો.
  • એક્સચેન્જમાં લઇ આવ્યા બાદ બચ્ચાં જન્મની પ્રથમ ઘટના
  • હવે 2 નર, 2 માદા અને 5 બચ્ચાં મળી ઝરખની સંખ્યા 9 એ પહોંચી

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ડબલપટ્ટા વાળા ઝરખના ઘરે પ્રથમ વખત પારણું બંધાયું છે. દિવાળીના તહેવારો પૂર્વે એકી સાથે 5 બચ્ચાનો જન્મ થતા હવે સક્કરબાગ ઝૂમાં ઝરખના પરિવારની સંખ્યા 9 એ પહોંચી છે. આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યું હતું કે,સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એનીમલ એક્ષ્ચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ડબલપટ્ટા વાળા ઝરખને લાવવામાં આવ્યા હતા.

અહિં 2 નર અને 2 માદા મળી કુલ ઝરખના પરિવારના સભ્યોની સંખ્યા 4 હતી. દરમિયાન પ્રથમ વખત દિવાળીના દિવસોમાં ડબલપટ્ટા વાળા ઝરખને ત્યાં પારણું બંધાયું છે અને એકી સાથે 5 તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો છે. આમ, હવે સક્કરબાગ ઝૂમાં ડબલપટ્ટા વાળા ઝરખના પરિવારની સંખ્યા 9 ની થઇ ગઇ છે. દરમિયાન હાલ તાજા જન્મેલા પાંચેય બચ્ચાને નિરીક્ષણ હેઠળ રખાયા છે.

તાજા જન્મેલા બચ્ચાની નજીક પણ જવાની મનાઇ હોય છે, પરીણામે 5 બચ્ચામાંથી નર કેટલા અને માદા કેટલા તે જાણી શકાયું નથી. જોકે, 5 બચ્ચાનો જન્મ થતા સક્કરબાગ ઝૂમાં વન અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા સિંહ ઉપરાંત અન્ય વન્ય પ્રાણીના સંવર્ધનની પણ શ્રેષ્ઠ કામગીરી થઇ રહી છે તે જાણી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...