તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:જૂનાગઢ જિલ્લામાં આરટીઇ હેઠળ 4909 ફોર્મ ભરાયા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષની સરખામણી કરતા 30 ટકા ઓછા ફોર્મ ભરાયા

રાજ્યમાં ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને ફરજીયાત મફત શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આરટીઇ હેઠળ બાળકોને ખાનગી શાળામાં વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવે છે. જેમાં વર્ષ 2021-22 માં આરટીઇ હેઠળની પ્રવેશ પ્રક્રિયા માટે તા.15 જુન થી 5 જુલાઇ સુધી ઓનલાઇન ફોર્મ ભરાયા હતા. જેમાં જૂનાગઢ જિલ્લામાં કુલ 4,909 ફોર્મ ભરાયા છે.

જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના નાયબ શિક્ષણાધિકારી આર.જી.જેઠવાએ જણાવેલ કે, આરટીઇ હેઠળની પ્રવેશ પ્રક્રિયા તા.25 જુન થી 5 જુલાઇ સુધી ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાં કુલ 4,909 ફોર્મ આરટીઇ હેઠળ ભરાયા છે. જો કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષ 30 ટકા ફોર્મ ઓછા ભરાયા છે. વર્ષ 2021-22 માં આરટીઇ હેઠળ જિલ્લામાં 4,909 ફોર્મ ભરાયા છે. આ ફોર્મની ચકાસણી તા.6 થી 13 જુલાઇ સુધી કરવામાં આવશે તેમજ તા.15 જુલાઇના રોજ પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આરટીઇ હેઠળની પ્રવેશ પ્રક્રિયામાં વાલીઓ ઓનલાઇન ઓર્ડર મેળવી શકશે. આ ઓર્ડર મેળવી ફાળવેલી શાળાઓમાં અસલ ડોક્યુમેન્ટ સાથે નિયત તારીખે હાજર રહેવાનું રહેશે

અન્ય સમાચારો પણ છે...