તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુદ્દામાલ કબ્જે:ગાંધીગ્રામમાં કારમાંથી 48,000નો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો, પોલીસે પીછો કરી દારૂ ભરેલી કારને ઝડપી લીધી

જૂનાગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ દારૂ, કાર મળી 2,48,000નો મુદ્દામાલ કબ્જે કર્યો

જૂનાગઢ સી ડિવીઝન પોલીસે ગાંધીગ્રામમાં કારથી થતી દારૂની હેરાફેરી અટકાવી કાર, દારૂ સહિત 2,48,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે ડીવાયઅેસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચનાથી દારૂની બદીને નાબુદ કરવા વ્યાપક ચેકીંગ હાથ ધરાઇ રહ્યું છે. દરમિયાન ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં સી ડિવીઝન પીએસઆઇ કે.એસ. ડાંગર અને સ્ટાફ વાહન ચેકીંગમાં હતા ત્યારે ગાંધીગ્રામ વિસ્તારમાંથી એક કાર પસાર થઇ રહી હતી.

પોલીસને જોઇ કાર ચાલકે કારને લઇ ભાગી જવા પ્રયાસ કર્યો હતો,પરંતુ પોલીસે પીછો કરી કારને ઝડપી લીધી હતી. દરમિયાન કાર ચાલક અને અજાણ્યા 2 શખ્સો નાસી છૂટયા હતા. પોલીસે જીજે 18 એઝેડ 2284 નંબરની કારમાં તપાસ કરતા ઇંગ્લીશ દારૂની 120 બોટલ કિંમત રૂપિયા 48,000ની મળી આવી હતી. પોલીસે કાર, દારૂ મળી કુલ 2,48,000નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...