ખડક ચઢાણ બેઝિક કોર્સ:રાજ્યના 11 જિલ્લાના 47 યુવક, યુવતીએ ખડક ચઢાણ તાલીમ મેળવી

જૂનાગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયરના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અપાયા

રાજ્યના 11 જિલ્લાના 47 યુવક યુવતિઓએ જૂનાગઢ ખાતે ગિરનારના દુર્ગમ પહાડોમાં ખડક ચઢાણ બેઝિક કોર્સની તાલીમ મેળવી હતી. આ યુવક યુવતિઓની તાલીમ શિબિર પૂર્ણ થતા જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ગીતાબેન પરમારના હસ્તે ખડક ચઢાણ બેઝિક કોર્સના તાલીમાર્થીઓને પ્રમાણપત્રનું વિતરણ કરાયું હતું.

14 થી 45 વર્ષના 32 ભાઈઓ અને 15 બહેનો એમ કુલ 47 યુવક યુવતિઓએ ખડક ચઢાણ બેઝિક કોર્સમાં ભાગ લઈ માઉન્ટેન વોક, પી.ટી. તાલીમ, રોક ક્લાઈમીંગ - રેપલીંગ, ટ્રેકીંગ, રોપ નોટ તથા રોક ફોરમેશનની તલીમ મેળવી હતી. આ ઉપરાંત ક્લાઈમ્બીંગ ટેકનીક્સ, રેપલીંગ એન્ડ બીલે, માઉન્ટેન હીસ્ટ્રી, માઉન્ટેન ઈક્યુપમેન્ટ, પર્યાવરણ સંરક્ષણ જાગૃતતાની વિવિધ તાલીમ માનદ ઈન્સ્ટ્રક્ટરો પ્રદીપ કુમાર (રાજસ્થાન), જયેશ રામાવત (ઓખા), મગન જાંબુચા, કોમલ બારૈયા (ભાવનગર) દ્વારા આપવામાં આવેલ હતી.

કમિશનર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજીત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ સંચાલિત ખડક ચઢાણ બેઝિક કોર્સ 29 એપ્રિલ 2022 થી 8 મે 2022 દરમ્યાન યોજવામાં આવેલ હતો. આ કેમ્પમાં ગુજરાત રાજ્યના યુવક – યુવતિઓને સાહસિક પ્રવૃત્તિઓ તરફ અભિમુખ કરવા તથા તેમનામાં પડેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ દ્વારા ખડક ચઢાણ બેઝિક કોર્સ 14 થી 45 વર્ષ માટે તથા એડવેન્ચર કોર્સ 8 થી 13 વર્ષ માટે આયોજન કરવામાં આવે છે.

મજ ગુજરાતના કોઈપણ દુર્ગમ પહાડી વિસ્તારમાં / ડુંગરાળ વિસ્તારમાં દર વર્ષે 10 દિવસ માટે ભ્રમણ ( ટ્રેકીંગ) કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમના અધ્યક્ષ મેયર ગીતાબેન પરમારે તાલીમાર્થીઓને ખડક ચઢાણ પ્રવૃત્તિઓ દ્વારા જીવનમાં હકારાત્મક અભિગમ લાવવા જણાવ્યું હતું.

આ તકે સફળ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી મહેમાનો તથા માનદ્દ ઈન્સ્ટ્રકટરો દ્વારા સન્માનિત કરાયા હતા. તાલીમાર્થીઓને પ્રોત્સાહક પ્રવચનમાં ઉપેન્દ્રસિંહ રાઠોડએ રાજય સરકાર દ્વારા ચલાવવામાં આવતી સાહસિક, યુથ પ્રવૃત્તિઓની માહિતી આપી વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવા તાલીમાર્થીઓને અનુરોધ કરવામાં આવેલ હતો.

સમાપન સમારોહનું સંચાલન તાલીમાર્થી જિડીયા જિગ્નેશભાઈ, મિશ્રા નિલમ દ્વારા કરવામાં આવેલ હતું. સમગ્ર શિબિર દરમિયાનના પોતાના અનુભવો લાખાણી મીરાબેન, દવે તન્મય , ચૌધરી પરવિંદર સિંગ દ્વારા રજૂ કરવામાં આવેલ હતા. તાલીમાર્થીઓએ તાલીમના અનુભવો, તાલીમ દરમ્યાન શીખવવામાં આવેલ નિયમ, શિસ્ત, સાહસ, આત્મવિશ્વાસ, જીવન ઘડતરના ગુણોનું જીવનમાં મદદરૂપ થશે તેવું જણાવેલ હતું.

અન્ય સમાચારો પણ છે...