કોરોના મહામારી:સોરઠમાં સોમવારે વધુ 46 કોરોના, 55 ડિસ્ચાર્જ

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોરઠમાં સોમવારે વધુ 46ને કોરોના પોઝિટીવ આવ્યો છે જ્યારે 55 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે. સોમવારે આવેલા કેસ પર નજર કરીએ તો જૂનાગઢમાં નવા 33 કેસ નોંધાયા છે જેમાં 16 કેસ જૂનાગઢ સિટીના છે. જ્યારે વિસાવદરમાં 7, જૂનાગઢ અને માણાવદર તાલુકામાં 2- 2 જ્યારે કેશોદ, ભેંસાણ, માળીયા હાટીના, મેંદરડા, માંગરોળ અને વંથલી તાલુકામાં 1 -1 કેસ નોંધાયો છે. દરમિયાન 23 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે જિલ્લામાં કુલ 167 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 1,427 ઘરના 5,627 લોકોનો સમાવેશ થાય છે.

દરમિયાન ગિર સોમનાથ જિલ્લામાં નવા 13 કોરોના પોઝિટીવ આવ્યા છે અને 32 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ, કોરોનાનો કહેર હજુ પણ યથાવત રહ્યો છે ત્યારે માસ્ક પહેરવું, સેનેટાઇઝ કરવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું વગેરે સાવધાની તમને કોરોનાથી કોસો દૂર રાખશે.

અન્ય સમાચારો પણ છે...