દરોડો:બરવાળા બાવીશીમા રહેણાંકમાથી વિદેશી દારૂની 45 બોટલ ઝડપાઇ

વડીયા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડીયા તાલુકાના બરવાળા બાવીશીમા એલસીબી પોલીસે બાતમીના આધારે એક રહેણાંકમા દરોડો પાડયો હતો. અહીથી પોલીસને વિદેશી દારૂની 45 બોટલ મળી આવી હતી. પોલીસે બે શખ્સોને ઝડપી લઇ 27668નો મુદામાલ કબજે લીધો હતો.

એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ આર.કે.કરમટા તથા સ્ટાફે બાતમીના આધારે બરવાળા બાવીશીમા એક રહેણાંકમા દારૂ અંગે દરોડો પાડયો હતો. પોલીસને અહીથી વિદેશી દારૂની 45 નંગ બોટલ તેમજ બીયરના 24 નંગ ટીન મળી આવ્યા હતા.

પોલીસે અહીથી ભુપત ભોજભાઇ વાળા તેમજ મનીષાબેન શિવરાજભાઇ ધાધલની ધરપકડ કરી હતી. જયારે સંજય ભગાભાઇ વાળા નામના શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે અહીથી કુલ રૂપિયા 27668નો મુદામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...