કોરોના રસીકરણ:3317 ના ટાર્ગેટ સામે 4,233ને વેક્સિન,128 ટકા કામગીરી

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાન્યુઆરીથી જિલ્લામાં 15 થી 18 વર્ષનાને રસીકરણ શરૂ
  • જૂનાગઢ જિલ્લામાં 130 સ્કૂલમાં 15,648ને કરાયું રસીકરણ

જૂનાગઢ જિલ્લામાં સોમવાર 3 જાન્યુઆરીથી ધોરણ 9 થી 12ના 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને કોરોના વેક્સિનની કામગીરીનો પ્રારંભ કરાયો છે. ત્યારે એક જ દિવસમાં કુુલ 19,881ને વેક્સિન અપાઇ છે. એમાંપણ જૂનાગઢ સિટીમાં તો 128 ટકા કામગીરી થઇ છે.

જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું કે, કલેકટર રચિત રાજના માર્ગદર્શનમાં રસીકરણ શરૂ કરાયું છે. પ્રથમ દિવસે જૂનાગઢ શહેરની કુલ 5 સ્કૂલોના 3,317ના ટાર્ગેટ સામે 4,233 વિદ્યાર્થીઓને રસીકરણ કરાયું છે. આમ, કુલ 128 ટકા કામગીરી કરાઇ છે. આ કામગીરીમાં આરોગ્ય કર્મી સાથે બીઆરસીએ પણ જહેમત ઉઠાવી હતી. જ્યારે જૂનાગઢ મનપાના મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડો. રવિ ડેડાણીયાએ જણાવ્યું હતું કે, શહેરની કુલ 89 સ્કૂલના 17,000 વિદ્યાર્થીઓને રસીકરણ કરવાનું છે.

પ્રથમ દિવસે 5 સ્કૂલમાં કામગીરી હાથ ધરી 4,233ને રસી અપાઇ છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચેતનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની 130 શાળામાં રસીકરણની કામગીરી કરાઇ હતી જેમાં 15,648 બાળકોને કોરોના વેક્સિન આપી રક્ષિત કરાયા હતા. આ કામગીરી દરમિયાન સાસણમાં રસીકરણમાં જિલ્લા કલેકટર રચિત રાજ, એસડીએમ અંકિત પન્નુની ઉપસ્થિતી રહી હતી. જ્યારે કનેરીયા સ્કૂલમાં ડીડીઓ મિરાંત પરીખની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...