તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:જૂનાગઢ શહેરમાં રવિવારે અંગ દઝાડતી 42.1 ડિગ્રી ગરમી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2018ના માર્ચ બાદ ફરી તાપમાન 42 ડિગ્રીને પાર થયું
  • કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત બન્યા, 4.3 કિમીની ઝડપે પવન ફૂંકાયો

જૂનાગઢ શહેરમાં આકરી ગરમી પડતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છેલ્લા 3 દિવસથી ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો છે. એમાં પણ રવિવારે સૂર્યનારાયણ ભગવાન જાણે આગ વરસાવતા હોય તેમ 42.1 ડિગ્રી તાપમાન થઇ જતા લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. દરમિયાન વર્ષ 2018ના 27 માર્ચ બાદ ફરી માર્ચમાં 42 ડિગ્રી ગરમી પડી છે. આ અંગે મળતી વિગત મુજબ શહેરમાં છેલ્લા 3 દિવસથી ગરમી વધી રહી છે. શુક્રવારે 40.1 ડિગ્રી, શનિવારે 41.4 ડિગ્રી અને રવિવારે 42.1 ડિગ્રી ગરમી પડી છે.

આમ, 3 દિવસથી પડતી આકરી ગરમીથી લોકો ત્રસ્ત બન્યા છે. દરમિયાન વર્ષ 2018ની 27 માર્ચે મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહ્યું હતું. ત્યાર બાદ 2021ના માર્ચમાં મહત્તમ તાપમાન 42.1 ડિગ્રી રહ્યું છે. આમ, અંગ દઝાડતી ગરમ લૂ ફેંકાતા લોકોની હાલાકીમાં વધારો થયો છે. દરમિયાન રવિવારે લઘુત્તમ 21, મહત્તમ 42.1 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 35 ટકા અને બપોર બાદ માત્ર 8 ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ 4.3 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો