તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુદ્દામાલ કબ્જે:લીરબાઇ પરામાંથી 4,20,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ દરોડા દરમિયાન આરોપી નાસી છૂટ્યો
  • પોલીસે દારૂ, કાર સહિત 6,20,000નો મુદ્દામાલ કબ્જે કર્યો

જૂનાગઢ સી ડિવીઝન પોલીસે લીરબાઇપરા વિસ્તારમાંથી 4,20,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ, કાર સહિત 6,20,000નો મુદ્દામાલ કબ્જે કરી નાસી છૂટેલા શખ્સને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવ અંગે મળતી વિગત મુજબ લીરબાઇપરા વિસ્તારમાં આવેલ રેલવે ફાટક પરથી એક કાર પસાર થઇ રહી છે, જેમાં દારૂની હેરાફેરી થઇ રહી હોવાની બાતમી મળી હતી.

બાદમાં દરોડો પાડી જીજે 01 આરએસ 4524 નંબરની કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 948 બોટલ કિંમત રૂપિયા 4,20,000ની મળી આવી હતી. જ્યારે આરોપી સરમણ કરણા ભારાઇ નાસી છૂટ્યો હતો. પોલીસે દારૂ, 2,00,000ની કાર સહિત કુલ 6,20,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે એલસીબી પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઇ જીવાભાઇની ફરિયાદના આધારે સી ડિવીઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...