તલાટીની નિમણૂંક:41 ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ, તલાટી જ વહિવટદાર

જૂનાગઢ, કેશોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા હુકમ કરાયો, ફરજ બજાવતાં, ચાર્જ ન હોય તેવા તલાટીની નિમણૂંક થઈ

જૂનાગઢ જિલ્લામાં પણ ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થતી હોય ત્યાં વહીવટદાર તરીકે તલાટી મંત્રીની નિમણૂક કરવામાં આવી છે.જેમને લઈ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર દ્રારા હુકમ પણ બહાર પાડવામાં આવ્યો છે.એપ્રિલ 2022 થી જૂન 2022 સુધીમા જે ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થતી હોય તેમજ વિભાજનથી અસ્તિત્વમાં આવેલી ગ્રામ પંચાયતોમાં વહીવટદારની નિમણૂક કરવા ગુજરાત અધિનિયમ 1993ની કલમ 278 હેઠળ ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતાં.

ચાર્જ સંભાળતા તલાટી સિવાયના અન્ય ગ્રામ પંચાયતના તલાટીને વહીવટદાર તરીકે નિમણૂક કરવા હુકમ કરવામાં આવ્યો છે.જેમાં જૂનાગઢ જિલ્લાની કુલ 41 ગ્રામ પંચાયતોનો સમાવેશ થયો છે.જેમાં માળીયા 2,કેશોદ 20,મેંદરડા તા.પ હેઠળની 3,ભેંસાણ 5,વિસાવદર 2,જૂનાગઢ 1,વંથલી 4 તેમજ વિભાજનથી નવી અસ્તિત્વમાં આવેલી માંગરોળ તા.પ હેઠળની 4 ગ્રામ પંચાયતમાં નિમણૂક કરાઈ છે.આ ઉપરાંત નવી અસ્તિત્વમાં આવેલ 4 ગ્રામ પંચાયતમાં પણ વહિટદારની નિમણૂક કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કઈ ગ્રામ પંચાયતમાં ક્યાં તલાટીમંત્રીની નિમણંૂક કરવામાં આવી
જૂનાગઢ જિલ્લામાં નિમાયેલા વહીવટદાર તલાટી મંત્રીની વાત કરીએ તો ભંડુરી-એલ.પી ભારાઈ, વડીયા-એસ.આર ગૌસ્વામી, કેવદ્રા-એલ.બી કરમટા, ખમીદાણા-એસ.વી કરંગીયા,ખીરસરા-આર.જે કડછા, ચર-કે.વી સોલંકી,ચિત્રી-આર.ડી તન્ના,ટીટોડી-એસ.પી કાથળ, ડેરવાણ-કે.જી રામ, નુનારડા-પી.કે ઉપાધ્યાય,નોજણવાવ-એન.બી વ્યાસ,ફાગળી-એમ.એન વિરડા,બામણાસા-આર.જી કરંગીયા,મંગલપુર-જે.એન ભટ્ટ,મઘરવાડા-કે.બી ભારાઈ, મઢડા-પી.કે નંદાણીયા, માણેકવાડા-પી.એમ બાબરીયા,રાણીગપરા-એન.આર પટેલ,સાંગરસોલા-ડી.પી મેસવાણીયા, સીમરોલી-ભાટ-આર ડી તન્ના,બાવા-સીમરોલી-વી.એલ જિદાણી, સોંદરડા-એમ.સી પાઠક,સાસણ-એ.જે પાંચાણી, ભાલછેલ-સી.સી કાછડીયા, હરિપુર-આર.એ ડાકી,ભાટગામ -એન.ડી સતાણી, ભેંસાણ-જે.બી સોલંકી,ગોરખપુર-જે.કે પરમાર,ખારચીયા-ડી.કે લુભાણી, નવી ધારી ગુદાળી-એન.ડી ભુવા,રતાંગ-સી.જે ઠુમર,મોટી મોંણપરી-એમ.એ ઝાલા, નવા પીપળીયા-હિતેશ કે કાસો દરીયા, ટીનમસ-જે.સી રાયકંગોર,વસપડા-બી.એસ રાવરાણી, રાયપુર-કે.કે ભાદરકા, થાણાપીપળી-પી.એલ બજાણીયા, શેરીયાજ-ટી.ડી ઝાલા, શેરીયાજ બારા-ડી.બી ચાંડેરાની નિમણૂક કરાઈ છે.

તલાટી પર કામનું ભારણ વધી શકે છે
એક બાજુ તલાટી મંત્રીની ઘટ્ટ જોવા મળી રહી છે. અને બીજી બાજુ તેમની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.જેથી પંચાયત અને અરજદારોના પણ કામો કરવા પડશે જેથી કામનું ભારણ પણ વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...