તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશનનું અનોખું આયોજન:ગરબાના સંગીતની સંગાથે 403 લોકોને વેક્સિન અપાઇ

જૂનાગઢ18 દિવસ પહેલા
 • કૉપી લિંક

કંઇક અનોખા આયોજન થકી શહેરમાં પોતાની અલગ જ ઓળખ ઉભી કરનાર ગોકુલધામ 2માં કોરોના વેક્સિનેશનું પણ અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે ગોકુલધામ 2ના કાંતીભાઇ જાંજરૂકિયાએ જણાવ્યું હતું કે, હાલ શહેરમાં કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાઇ રહ્યા છે ત્યારે ગોકુલધામ 2માં પણ કોરોના વેક્સિનના કેમ્પનું આયોજન કરાયું હતું.

આ કેમ્પની વિશેષતા એ હતી કે, વેક્સિનનનો કાર્યક્રમ ગરબાના સંગીતના સથવારે યોજાયો હતો. એક તરફ મોટા સ્પિકર પર ગરબાના સૂર અને સંગીત રેલાતા હતા બીજી તરફ કોરોના વેક્સિનેશન કરાતું હતું. આમ, ગરબાના સંગીતમાં લોકો એટલા મશગૂલ બની ગયા હતા કે ઇન્જેકશનનો ડર પણ ભૂલી ગયા હતાઅને હોંશે હોંશે કેમ્પમાં ભાગ લેતા કુલ 403 લોકોએ કોરોના રસીના ડોઝ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો