જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ ચૂંટણી જીત્યા બાદ જે સન્માન સમારોહ રાખી તેમનું સન્માન કરવામાં આવતા તેમને જાહેરાત કરી હતી કે એ કોઈ પણ ફૂલ કે મોમેન્ટોના બદલે વિદ્યાર્થીઓને ઉપયોગમાં આવે તેવી વસ્તુઓથી કરવું જેથી વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકાય અને એ ભાગરૂપે ઝાંઝરડા વિસ્તારના લોકો દ્વારા પુસ્તકો આપી સન્માન કરવામાં આવ્યું હતું. 40256 મતોથી વિજેતા બનેલા સંજયભાઈ કોરડીયાને 40256 પુસ્તકોથી યુવક મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
સન્માનમાં મળેલ 40,256 વસ્તુઓ જુનાગઢ મતવિસ્તારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ભણતર માટે આપવામાં આવશે. જરૂરિયાતમંદ દીકરીઓને ભણતરનો ખર્ચ ન થાય તે માટે અત્યાર સુધીમાં સન્માન રૂપે મળેલી અભ્યાસને ઉપયોગી વસ્તુઓ આપવામાં આવશે.
ઘણી જગ્યાએ પુસ્તકો સ્ટેશનરીઓ અને અભ્યાસ ઉપયોગી વસ્તુઓ આપી તુલા કરવામાં આવી હતી તે તમામ વસ્તુઓ અભ્યાસ કરતી દીકરીઓને આપવામાં આવશે તેવું સંજયભાઈ કોરડીયાએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.