તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:બપોરે 40.2 ડિગ્રી ગરમી, સાંજના 5 વાગ્યે માવઠું !!

જૂનાગઢ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જૂનાગઢ શહેરમાં 15 દિવસમાં ફરી કમોસમી વરસાદ ખાબક્યો
 • રસ્તા પર પાણી દોડયા, વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી, માવઠાથી કેરીના પાકને નુકસાન

જૂનાગઢ શહેરમાં ફરી માવઠું થયું હતું. બપોરે 40.2 ડિગ્રી બાદ સાંજના 5 વાગ્યે મેઘગર્જના સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી ગઇ હતી. રવિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ 40.2 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું જેના પરિણામે લોકોને અસહ્ય ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ખાસ કરીને ટુવ્હિલ ચાલકોને ગરમ લૂનો સામનો કરવો પડ્યો હતો. જોકે, સાંજના 5 વાગ્યા બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે આકાશમાં અષાઢ માસમાં થતી હોય તેવી મેઘગર્જના થવા લાગી હતી.

બાદમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. માવઠાના કારણે પાણીના ધોરીયા પડવા લાગ્યા હતા તેમજ રસ્તા પર પાણી દોડવા લાગ્યા હતા. જ્યારે જીઆઇડીસી 1 વિસ્તારમાં થોડો સમય માટે વિજળી પણ ગૂલ થઇ ગઇ હતી. દરમિયાન 17 એપ્રિલના રોજ પણ વિજળીના કડાાકા અને ભડકા સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. સાથે કરાનો પણ વરસાદ થયો હતો. પરિણામે ભર ચોમાસામાં હોય તેવા રસ્તા પર પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે 2 મે રવિવારે ફરી માવઠું થયું હતું.

આમ, 15 દિવસમાં ફરી કમોસમી વરસાદ થતા ખાસ કરીને કેરીના પાકને નુકસાન થવાની ભિતી વ્યકત થઇ રહી છે. દરમિયાન રવિવારે લઘુત્તમ 24.2, મહત્તમ 40.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 72 ટકા અને બપોર બાદ 28 ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ 5.6 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો