વેબીનાર:પીએચડીના સંશોધન માટે 2 વર્ષમાં 4,00,000ની સહાય

જૂનાગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કનિષ્ક ચાવડા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વેબીનાર
  • વેબીનારમાં ફોર્મ ભરવાથી લઇને ક્યાં જમા કરાવવું વગેરેની માહિતી અપાઇ

પીએચડી કરવા માટેની માહિતી માટેનો જૂનાગઢમાં ઓનલાઇન વેબીનાર યોજાયો હતો. આ વેબીનારમાં તજજ્ઞોએ તમામ માહિતી આપી હતી. આ અંગે ડો. દિનેશ ચાવડાએ જણાવ્યું હતું કે, કનિષ્ક ચાવડા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ ઓનલાઇન વેબીનાર યોજાયો હતો. આ વેબીનારમાં જોડાયેલા 115 જેટલા વિદ્યાર્થીઓ અને રિસર્ચ સ્કોલરને શોઘ સ્ટાઇપેન્ડની માહિતી અપાઇ હતી.

ખાસ કરીને શોધ સ્કિમમાં ગુજરાત સરકાર દ્વારા દર મહિને 15,000 લેખે સ્ટાઇપેન્ડના 2 વર્ષમાં 3,60,000 તેમજ કેન્ટિજન્સી દર વર્ષે 20,000 એમ 2 વર્ષના 40,000 મળી કુલ 4,00,000ની સહાય અપાય છે. વેબીનારમાં વિદ્યાર્થીઓને ફોર્મ કઇ રીતે ભરવું, ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે, પ્રપોઝલ, પીપીટી કેવી રીતે બનાવવી, કયાં પોઇન્ટનો સમાવેશ કરવો, કેવી રીતે વેબસાઇટ પર લોડ કરવું, ક્યાં ડોક્યુમેન્ટ જોડવા તેના પર કોની સહિ લેવી અને ફોર્મ ક્યાં જમા કરાવવું વગેરે મુદ્દાને આવરી લઇ જાણકારી અપાઇ હતી. વેબીનારનું સંચાલન ધવલ ઝાલા અને વિનોદ પારધી દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...