તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:જિલ્લામાં 40 પ્રાથમિક શાળા, 10 માધ્યમિક શાળા સ્માર્ટ બનશે

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મિશન સ્કુલ ઓફ એક્સેલન્સ હેઠળ 100 દિવસમાં શાળાઓ અપડેટ થશે

રાજ્યમાં મિશન સ્કુલ ઓફ એક્સેલન્સ હેઠળ સરકારી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાને અપડેટ કરવામાં આવી રહી છે. 100 દિવસની અંદર આ શાળાઓને સ્માર્ટ શાળા બનાવાશે. મિશન સ્કુલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટમાં જૂનાગઢ જિલ્લાની 40 પ્રાથમિક શાળા અને 10 માધ્યમિક શાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટને લઇ શિક્ષણ નિયામક પ્રફૂલ જલુએ લુશાળા અને શાપુર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત શાળાને ડિજીટલ ઉપકરણોથી સજ્જ કરાશે. સ્માર્ટ ક્લાસ, સાયન્સ લેબ, અંગ્રેજી લેબ, સહિતનો સમાવેશ થશે. તેમજ વિદ્યાર્થીઓને વૈશ્વિક કક્ષાનું શિક્ષણ અપાશે. દરેક વિષયના સ્પેશિયલ શિક્ષકો હશે.

નાની શાળાઓને મર્જ કરાશે
જોકે, આ પ્રોજેક્ટનું નુકસાનકર્તા પાસું એ છેકે, જે નાની શાળાઓ છે તેને આવી મોટી શાળાઓમાં મર્જ કરી દેવામાં આવશે. જેથી મોટી સંખ્યામાં પ્રાથમિક શાળાઓ બંધ થશે. આ ઉપરાંત જે શિક્ષકોની ઘટ વર્તાશે તેમાં કરાર આધારિત શિક્ષકોને લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...