તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિકૃત માનસિકતા ધરાવતા અને વારંવાર સિંહોની પજવણીના વીડિયો વાયરલ કરી વનવિભાગને ધંધે લગાડવાનો બદઇરાદો ધરાવતા તત્વો છેલ્લા કેટલાક વર્ષોથી મેદાને પડી ગયા છે. દુર્ભાગ્યે આવા કિસ્સામાં જેલની સજાને બદલે ફક્ત દંડ થતો હોવાથી પ્રવૃત્તિ અટકવાનું નામ નથી લેતી. તાજેતરમાંજ એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં એક બાઇક ચાલક 40 ની સ્પીડે બે સિંહ પાછળ બાઇક દોડાવતાં એકધારું હોર્ન વગાડ્યે જાય છે. સાથે વીડિયો પણ ઉતરતો જાય છે. થોડે દૂર ગયા બાદ એક સિંહ રોડની સાઇડે ઉતરી જાય છે. જ્યારે બીજો સિંહ થોડે સુધી દોડતો રહે છે અને આખરે તે પણ રોડની બીજી સાઇડ ઉતરી જાય છે.
વનવિભાગે તપાસ શરૂ કરી
સ્વાભાવિક છેકે, રોડથી નીચે ઉતરી ગયા પછી તેની સામે ઉભા રહેવાની મર્દાનગી પેલા શખ્સમાં નહીં જ રહી હોય. પોતે પણ ઉભી પૂંછડીએ ભાગી જ ગયો હશે. આ શખ્સની નામર્દાનગી એ વાતે સ્પષ્ટ થઇ જાય છેકે, તેણે ક્યાંય પણ છત્તો થઇ જવાય એની નિશાની છોડવાની પૂરી તકેદારી રાખી છે. સિંહ નહીં પણ તેના પાઠડા પર કેવી રીતે નિયંત્રણ મેળવાય એનો થોડો ઘણો અનુભવ મેળવ્યા બાદ તેની આ રીતે પજવણી કરી મનોવિકૃત્તિનું પ્રદર્શન કરતો આ વીડિયો ફરતો થતાં તે ક્યાંનો છે અને કોણે બનાવ્યો તેના વિશે વનવિભાગે તપાસ શરૂ કરી દીધી છે.
જે કોઇ પણ નિકળે. એટલું ચોક્કસ કે આ શખ્સ ગેરકાયદેસર સિંહ દર્શનની પ્રવૃત્તિ સાથે જોડાયેલો જ હશે. તોજ તેને ખબર હોય કે, આ બે પાઠડા પાછળ આ રીતે ગાડી દોડાવી શકાય અને તો પણ આપણે સલામત જ રહીએ. વળી સિંહ પાછળ આ રીતે બાઇક દોડાવતી વખતે અનુભવી હોય તેનામાંજ સાથે વીડિયો પણ ઉતારવાના હોશ હોય.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.