ધરપકડ:ઊનાનાં તડ પાસેથી બાઈકમાં દારૂ, બિયરનો જથ્થો લઈ જતા 4 ઝબ્બે

ઊના6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવાબંદર પોલીસને બાતમી મળતા જ વોચ ગોઠવી’તી, કાર્યવાહી હાથ ધરી

ઊનાનાં તડ ગામ પાસે નવાબંદર પોલીસે બાતમીનાં આધારે વોંચ ગોઠવી દીવના વણાંકબારા તરફથી આવતી બે બાઈકને અટકાવી તપાસ કરતા વિદેશી દારૂ, બીયરનો જથ્થો મળી આવ્યો હતો. અને 4 શખ્સની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની મળતી વિગત મુજબ જયદીપ દામજી ચુડાસમા, અભેસિંહ ઉર્ફે રણજીત કાળુ ગોહિલ, જયેશ ધીરૂ રાનેરા, દેવ કાળુ રાઠોડ રહે. જામવાળા, દીવના વણાંકબારા તરફથી બાઈકમાં દારૂ લઈ આવતા હોય પોલીસને બાતમી મળતા જ તડ પાસે વોંચ ગોઠવી આ બંને બાઈકને અટકાવી તપાસ કરતા 36 બોટલ દારૂ, બિયર ટીન 24 અને 24 દારૂના બુંગીયા મળી આવતા 1.15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે, નરેશ સંતોકી બાર વાળો હાજર મળી ન આવતા તેમના વિરૂદ્ધ પણ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...