તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખો કલાકાર:જૂનાગઢમાં 4 ધોરણ ભણેલા યુવાને 1 હજારથી વધુ મંદિર બનાવ્યાં, અનેક મંદિરોમાં નકશીકામ પણ કર્યું

જૂનાગઢ10 દિવસ પહેલાલેખક: પંકજ મકવાણા
 • કૉપી લિંક
કલાકાર સીમાંચલ મહારાણાની તસવીર - Divya Bhaskar
કલાકાર સીમાંચલ મહારાણાની તસવીર
 • ગોકુલ, મથુરા, વડતાલ, લોજ, પંચાલા, રાજકોટ બાલાજી ત્રીમૂર્તિ, માખિયાળા સહિતના સ્વામીમંદિરમાં જૂનાગઢના યુવાને નકશીકામ કર્યું

મૂળ ઓડિસ્સાના ગંજાર ખાતેના માણીતરા ગામનાં વતની છેલ્લા 20 વર્ષથી જૂનાગઢમાં સ્થાયી થયેલા સીમાન્ચલ મહારાણા લાકડા પર નકશીકામ કરે છે. 1995 માં ગુજરાતના સુરત શહેરમાં 5 થી 6 વર્ષ ફર્નિચરનું કામ કર્યુ ત્યારબાદ 2001ની સાલમાં કોન્ટ્રાક્ટર સાથે જૂનાગઢ આવ્યાં હતાં.

જવાહર રોડ સ્થિત સ્વામી નારાયણ મંદિરમાં જીણાભાઇ દીવાનખાનાના રેનોવેશનની કામગીરી કરવાની હતી. જ્યાં દિવાલ અને દરવાજામાં 7 લોકોએ નકશીકામ કર્યું હતું. આ કામગીરી 3 વર્ષ ચાલી હતી. નારાયણ ચરણ શાસ્ત્રીજી એ મંદિરમાં જ રહેવા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. 2001 ની સાલમાં આવ્યા ત્યારે ગુજરાતી ભાષાની સમજણ ન પડતાં ત્યારે સામેની વ્યક્તિના હાવભાવ જોઈ વાતને સમજી જતા.

સમય સાથે તબક્કાવાર મંદિરના કામ મળવા લાગ્યા હતાં. ગોકુલ, મથુરા, વડતાલ, લોજ, પંચાલા, રાજકોટ બાલાજી ત્રીમૂર્તિ, માખિયાળા સહિતના સ્વામીમંદિરમાં નકશીકામ કર્યું. નકશીકામમાં વધુ અનુભવ મળ્યો અને 20 વર્ષમાં 1 હજાર થી વધારેની સંખ્યામાં મંદિરોમાં નકશીકામ કર્યુ છે. જે એક મોટી સિદ્ધિ છે. કુટુંબના 15 થી વધારે ઘર નકશીકામ સાથે જોડાયેલા છે. 4 ધોરણ ભણેલા સીમાન્ચલે લાકડા પર નક્સીકામ કરી તેમની નીચે 30 થી વધુ કારીગર તૈયાર કર્યા છે. જે તમામની પોતાની આગવી ઓળખ છે.

અયોધ્યામાં કામ કરવાની તક મળશે તો જરૂર કરીશ
હાલ અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. તેમાં કામ કરવાની તક મળશે તો જરૂર કરીશ. -સીમાન્ચલ મહારાણા

લાકડા પર દરેક પ્રકારની ડિઝાઇન, ચહેરો કંડારી શકાય છે
લાકડા પર નક્શીકામ કરતા સમય વધારે લાગે છે. હાલ લાકડા કરતા મજૂરી વધી જાય છે. લાકડા પર હાથી, સિંહ, પોપટ, મોર, શંખ, તમામ દેવી દેવતાઓની મૂર્તિ, દરેક પ્રકારની ડિઝાઇન કરી શકાય છે. લાકડા પરના નકશીકામ પર સોના ચાંદીના વર્ક ચઢાવવામાં આવે છે. ગેટ, બારી- દરવાજા, 2d મૂર્તિ લાકડામાંથી બનાવી શકાય છે.

લાકડાની તમામ વસ્તુને ફરી જીવંત કરી શકાય છે. પાલીસ તેમજ કલર કરી તમામ વસ્તુને નવો ચહેરો આપી શકાય છે. જ્યારે લાદી કે સિરામિકનું નકશીકામ લાંબો સમય સુંદરતા જાળવી શકતું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો