કાર્યવાહી:4.79 લાખના 37 મોબાઇલની ચોરી કરનાર 4 ડિલેવરી બોય ઝડપાયા

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન મોબાઇલ વેંચનાર એજન્સીના કર્મીનો હાથફેરો

ઓનલાઇન મોબાઇલ વેંચતી એજન્સીના 37 મોબાઇલની ચોરીમાં એલસીબીએ એજન્સીના જ 4 ડિલેવરી બોયને ઝડપી લઇ 1.72 લાખની કિંમતના 17મોબાઇલ કબ્જે કર્યા છે. આ અંગે મળતી વિગત મુજબ મોતીબાગ પાસે ઓનલાઇન મોબાઇલ વેંચનાર ફ્લીપકાર્ટ અને ઇકાર્ટના હબ સેન્ટર આવેલા છે.અહિં 45 ડિલેવરી બોય કામ કરે છે. દરમિયાન કોઇપણ ડિલેવરી બોય કંપનીના 4,79,230ની કિંમતના 37 મોબાઇલની ચોરી કરી ગયું હોવાની સી ડિવીઝનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવમાં રેન્જ આઇજીપી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના બાદ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ. ભાટી,પીએસઆઇ ડી.જી. બડવા, એ.ડી. વાળા અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમી મળી કે, આ ચોરીમાં મધુરમના રાજ અશોકભાઇ પ્રજાપતિ, ખુંભડી ગામના ભાર્ગવ જાદવભાઇ આહિર, ટીંબાવાડીના ઇબ્રાહિમ લાખા ગામેતી અને મધુરમના કિશોર દાનાભાઇ વાણવીની સંડોવણી છે. બાદમાં ચારેયને એલસીબીએ લાવી પૂછપરછ કરતા ગુનાની કબુલાત કરી હતી. આરોપીએ ચોરી કરેલા મોબાઇલ દુકાનોમાં વેંચ્યા હોવાની કબુલાત આપતા 4 મોબાઇલ સ્ટોરના માલિક પાસેથી 12 અને આરોપીઓ પાસેથી 5 મળી કુલ 17 મોબાઇલ કિંમત 1,72,159ના કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...